વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે

હરેશ પવાર
સિહોર સાથે જિલ્લા અને ગુજરાતભરમાં આગામી ચાર દિવસ સુધી ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુરુવારથી તાપમાનમાં 3થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પવનની દિશા ઉત્તરપશ્ચિમની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સરક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો આવતીકાલથી ઠંડી વધવાની શકયતા જણાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here