વિવિધ મુદ્દાઓ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં કાર્યકરોને જોડાવવા શહેર પ્રમુખ જયદીપસિંહની હાકલ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર કોંગ્રેસ સમિતિની શનિવારે અગત્યની બેઠક મળશે જેમાં કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સુચના અનુસાર દરેક શહેર અને તાલુકા ની મીટીંગ બોલાવવાની જાહેરાત બાદ સિહોર શહેર કોંગ્રેસ સમિતિની આ મિટીંગ શનિવાર ના રોજ બપોરે ૨:૦૦ કલાકે હોટલ ગેલોર્ડ સ્ટેશન રોડ સિહોર ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ની અધ્યક્ષતા મા અને સિહોર પ્રભારી મહેન્દ્રસિંહ પઢારીયાની વિશેષ ઉપસ્થિતી મા યોજાશે.
જેમા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ની ચુંટણી ની રણનિતી,મોબાઈલ એપ દવારા ડીઝીટલ સભ્યો બનાવવા ની વિસૃત માહિતી, બુથ દીઠ એક સ્ત્રી અને એક પુરુષ જન મિત્રો બનાવવા, દિલ્હી ખાતે “ભારત બચાવો” રેલી મા જોડાવવા બાબતની ચર્ચા, પક્ષ માટે એકત્રિત થયેલ ફંડ પરત કરવાના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે તો આ મિટીંગ મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, અગ્રણીઓ,પદાધીકારીઓ, નગરસેવકો, વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાયઁકર મિત્રો એ અચુક અને સમયસર હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકા ના વિરોધપક્ષ ના નેતા કિણભાઈ ઘેલડાની ખાસ યાદી મા જણાવાયુ છે