છેલ્લા ઘણા સમયથી કરેલા ખાડાઓ બુરવાનો સમય મળતો નથી, રોજજે કેટલા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

હરેશ પવાર
સિહોરમાં રાજકોટ રોડ ભગવતી નગરના પર છેલ્લા ઘણા સમયથી એક ખાડો કરવામાં આવ્યો છે જ્યાં પાણીનો વાલ મુકવામાં આવ્યો છે પરંતુ ખાડો ખુલ્લો હોવાને કારણે લોકોને હાડમારીનો પાર રહ્યો નથી લોકોને પરેશાની વેઠવી પડે છે. અહીંથી આખા દિવસ દરમ્યાન કેટલાય વિધાર્થીઓ સ્કૂલે આવજા કરતા હોઈ છે. અહીંથી પસાર થતાં વિધાર્થીઓમાંથી એકાદ વિધાર્થીનો પગ કે એકાદ વાહન ફસાવવાની ઘટનાઓ અવાર નવાર બને છે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ તંત્ર જોઈ રહ્યું છે આમેય સિહોરમાં હમણાં-હમણાં ગટર લાઇનના ઢાંકણા ખુલ્લી જવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. જેને કારણે નગરજનો પારાવાર હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. ઘણીવાર દિવસો સુધી ગટરોના ઢાંકણા ખુલ્લા રહે છે. અને પછી જયારે તંત્રને નવરાશ મળે ત્યારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તંત્રની નિિષ્ક્રયતા સામે રોષની લાગણી જન્મી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here