સિહોર ખાતે પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતમાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો
હરીશ પવાર
સિહોર ખાતે આજરોજ સંકલિત બાલવિકાસ યોજના કચેરીના આયોજન તળે સિહોર ખાતે પોષણ કાર્યક્રમ યોજાઇ ગયો. પ્રાદેશિક આયુક્ત શ્રી યોગેશ નિગુર્ડે ની મુખ્ય ઉપસ્થિત સાથેના આ કાર્યક્રમ માં સિહોર નગરપાલિકા અધ્યક્ષ શ્રી દીપ્તિબેન ત્રિવેદી અને અન્ય પદાધિકારીઓ અધિકારીઓ પણ જોડાયા હતા. અહીં બાળકોને અન્તપરાશન વિધિ કરાઈ હતી.પોષણ સંબંધી “પોષણઅદાલત”નાટીકા રજૂ કરાયેલ .બાલ તંદુરસ્તી સ્પર્ધા અને વાનગી સ્પર્ધા આયોજન થયેલ.જેમાં મહાનુભાવો ના હસ્તે પુરસ્કારો અપાયેલ કાર્યક્રમ ની આભાર વિધિ શ્રી ધરણીબેન દવે એ કરેલ.નિરીક્ષક શ્રી નયનાબેન પંડ્યાના સંકલન સાથે સુંદર કાર્યક્રમ માં આંગણવાડી સંચાલક બહેનો સામેલ થયેલ..