સિહોર નગરપાલિકાની “એમકોબી” ની કરોડો રૂપિયાની જગ્યા દબાણકારોના સકંજામાં, બે ભાજપ અને એક કોંગ્રેસ નગરસેવક મેદાનમાં, લડતના એંધાણ

માનનીય મુખ્યમંત્રી અને કલેકટર આ જગ્યાને બચાવી લ્યો, જમીનની કિંમત કરોડો રૂપિયા છે, ચિફઓફિસર આ વહીવટમાં સામેલ છે, ચિફઓફિસર પાલિકા પ્રમુખ અને ૩૬ સભ્યોને ઉલ્લુ બનાવે છે, દીપશંગભાઈ

અસામાજિક તત્વો પ્લોટ પાડીને સારા મકાનો બનાવી વેચે છે, ડાયાભાઈ – નગરપાલિકા તંત્ર એકદમ ખાડે ગયું છે, પ્રમુખ બે મોઢાની વાત કરે છે, મુકેશ જાની

સરકારી જગ્યામાં ખુલ્લેઆમ પ્લોટો પાડીને સોદાઓ પડે છે લાખ લાખ રૂપિયામાં વેચાઈ છે આ કેવું, સરકારી જગ્યાઓમાં ખુલ્લેઆમ પ્લોટો પડે વેચાઈ, અને તંત્ર તમાશો જુવે, બે ભાજપના અને એક કોંગ્રેસના નગરસેવક છેક સુધી લડી લેવાના મૂડમાં

 

દેવરાજ બુધેલીયા
સિહોરમાં આવેલી કરોડો રૂપિયાની નગરપાલિકાની જગ્યામાં અસામાજિક તત્વોના સંકજામાં આવી છે અને દબાણ કર્તાઓ સામે બે ભાજપના અને એક કોંગ્રેસ સહિત ત્રણ નગરસેવકો મેદાને પડ્યા છે અને આ મામલે લડતના એંધાણો દેખાઈ રહ્યા છે અને હાલ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ મામલે ભાજપના નગરસેવક દીપશંગભાઈનું કહેવું છે કે અમે અગાઉ લેખિત મૌખિક જાણ કરી છે સિહોર ગાયત્રી નગર પાછળ આવેલ એમબીકો જગ્યા જે અગિયાર હજાર ચોરસ મીટર માતબર જમીન આવેલી છે અગાઉ પણ આ જગ્યાઓમાં કેસ કબાડાઓ ચાલતા હતા લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી કેસો જીતી ફેનસિંગ બાંધી છે જોકે ચીફ ઓફિસર એવું કે છે આ રિવ્યન્યુની જગ્યા છે સરકારની આવાસ યોજનાના લાભાર્થીઓને આ જગ્યાનો લાભ મળે.

સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર આ યોજના પર પાણી ફેરવી રહ્યા છે ચીફ ઓફિસર કંગાળ અને ખોટા જવાબો આપે છે આ જગ્યામાં મોટો ભષ્ટાચાર કરવા માંગે છે ચિફઓફિસર પ્રમુખ અને સભ્યો સાથે બનાવટ કરે છે શહેરની કોઈપણ જગ્યા સરકારી મિલકતનું રક્ષણ કરવાનું કામ ગવર્મેન્ટનું છે પરંતુ ચીફઓફિસર ભષ્ટાચાર કરવા માટે એનકેન પ્રકારે પોતાની જવાબદારીઓ બીજા પર ઠોકી દેવા સમજાવે છે કે આ જમીન નગરપાલિકાની નથી ત્યારે ચીફઓફિસર ને નોટિસ આપીને તાકીદે જમીનને બચાવવાની જરૂરિયાત છે સરકારી જગ્યાઓમાં પ્લોટો પાડીને ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે આ મામલે ડાયાભાઈનું કહેવું છે.

અમે પંદર દિવસમાં પહેલા સિહોરમાં થતા દબાણને લઈ નગરપાલિકા તંત્રને જાણ કરી હતી જેમાં ખાસ ગાયત્રી નગર પાસે એમબીકો જગ્યામાં થતા દબાણ અંગેની રજુઆત કરી હતી અને નગરપાલિકા તંત્ર ત્યાં ગયું હતું અને એમનું કહેવું એવું છે કે રેવન્યુની જગ્યા છે તો રેવન્યુ જગ્યામાં પાલિકા નળ ગટર લાઈટ જેવી પ્રાથમિક સુવિધા કેમ બધી પુરી પાડે છે કોઈ અસામાજિક તત્વો અહીં પ્લોટો પાડી મકાનો બનાવતા હોયતો તે વિકટ પ્રશ્ન છે મુકેશ જાનીએ જણાવ્યું હતું કે નગરપાલિકાનું અર્થતંત્ર એકદમ ખાડે ગયું છે સમગ્ર વહીવટની બાબત નગરપાલિકા અધિકારીએ પોતાના હાથ ઉપર લઇ લીધું છે.

પ્રમુખે જે નિર્ણયો લેવાના હોઈ તે અધિકારી લે છે એમબીકોની જગ્યામાં પ્લોટિંગ પાડી ને વેચે છે જેમાં અધિકારી અને પાલિકાના કર્મચારીઓની પણ સાંઠગાંઠ છે તે તાત્કાલિક દૂર કરવું જોઈએ નગરપાલિકા દ્વારા અહીં જગ્યામાં ઠરાવ કરાયો છે કે આવાસ યોજના મકાનો અહીં બનાવવાના જે જગ્યા પાલિકા દ્વારા એલોડ કરે છે જે જગ્યામાં ઠરાવ થયો છે તે જગ્યામાં અસામાજિક તત્વો દબાણ કરીને પ્લોટિંગ પાડીને વેચે છે છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી અને પ્રમુખ પણ બે મોઢાની વાત કરે છે ત્યારે સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here