વોર્ડ નંબર ૮ અને ૯ માં ઉભરાતી ગટરો બંધ કરવા સેનિટેશન વિભાગ અધિકારી સાથે દોડ્યું

દેવરાજ બુધેલીયા
સિહોરમાં પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને પાલિકા હંમેશા ચર્ચામાં રહ્યું છે. ત્યારે આજે સિહોર ના વોર્ડ ૮ અને ૯ માં ગટરો ઉભરાતી અને ગંદકીના પ્રશ્નોને લઈને સેનિટેશન વિભાગના ઇન્સ્પેક્ટર સમીરભાઈ દવે ભાવેશભાઈ તેમજ તેમની ટિમ દ્વારા સ્થળ ઉપર પહોંચીને ઉભરાતી ગટરના પ્રશ્નોનું તાકીદે નિરારકણ હાથ ધરવામાં આવ્યું હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર સમીરભાઈ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. સિહોરના વિસ્તારમાં ઉભરાતી ગટરોને યુદ્ધના ધોરણે કામ હાથ ધરીને બંધ કરવામાં આવશે. વધતા જતા રોગચાળાને લઈને નગરપાલિકા નું સેનિટેશન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here