બિલ્ડીંગનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે, તારીખ ૧૦ સોમવારથી મીની સચિવાલય જેવું વિશાલ બિલ્ડીંગ લોકોનું સુવિધા માટે ખુલ્લું મુકાશે
તમામ વિભાગો એક જ સ્થળે કાર્યરત, સુવિધા કેન્દ્ર, ટોલ ફ્રી નં સહિતની અનેક સુવિધા

હરીશ પવાર
સિહોર નગર પાલિકાનું નવું બિલ્ડીંગને સોમવારથી કાર્યરત કરવાની જાહેરાત ચીફ ઓફિસર દ્વારા સત્તાવાર કરવામાં આવી છે જેથી તમામ અટકળો અને બિલ્ડીંગ અને જગ્યાના ચાલતા વિવાદોનો આખરે અંત આવ્યો છે હવે નગરપાલિકા કચેરી એકદમ હાઇવે અને બસ સ્ટેન્ડ નજીક કાર્યરત થવા જઈ રહી છે સોમવારથી રાબેતા મુજબ બિલ્ડીંગને ખુલ્લું મુકાશે બિલ્ડીંગનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે થવાના આરે છે.

બિલ્ડીંગનું નામ અટલ ભવન નામ આપવામાં આવ્યું છે સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપતિબેન ત્રિવેદીના કાર્યકાળમાં નગરપાલિકાના નવા બિલ્ડીંગ માટે જનરલ સભામાં નિર્ણય લેવાયા બાદ કરોડોના ખર્ચે અદ્યતન બિલ્ડીંગના નિર્માણ માટે નિર્ણય કરવામા આવ્યો હતો જોકે બિલ્ડીંગની જગ્યા માટે અનેક વખતો વાદ-વિવાદ અને કોર્ટ સુધીની કાર્યવાહી બાદ આખરે નગરપાલિકાની જીત થઈ હતી અને કરોડોનો ખર્ચે બિલ્ડીંગના નિર્માણ માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી શરૂ હતી અદ્યતન બિલ્ડીંગ મીની સચિવાલય જેવું જ અને જેમાં નગરપાલિકાના તંત્ર વિભાગના તમામ વિભાગો બેઠકો ઓફિસો અલગ આપવામાં આવી છે.

પ્રમુખ સહિત વિપક્ષ અને ચેરમેનોની ચેમ્બરો અલગથી અપાઈ છે બિલ્ડીંગ બહારના ભાગે ગ્રાઉન્ડમાં લોકો માટે વિશાળ અને અદ્યતન બગીચાની સુવિધા ટોયલેટ વેઇટિંગ ઓફિસ સોલાર ઠંડા પાણીની સુવિધા સમગ્ર બિલ્ડીંગમાં સીસીટીવી ટીવી કેમેરાથી સજ્જ સાથે લોકો માટે એક ટોલ ફ્રી નંબર પણ ખુલ્લો મુકવામાં આવશે બિલ્ડીંગ બહાર આકર્ષક મેઈન ગેટ ઉભો કરાશે સાથે ગ્રાઉન્ડમાં ગાંધીજી સાથે અટલ બિહારી બાજપાઈજી સ્ટેચ્યુ ઉભું કરાશે અને મીની સચિવાલય જેવી વિશેષ અને અદ્યતન બિલ્ડીંગનું નામ અટલ ભવન આપવામાં આવ્યું છે હવે બિલ્ડીંગનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે છે સોમવારથી કચેરીને રાબેતા મુજબ ખુલ્લી મુકાશે તે સત્તાવાર જાહેરાત ચિફઓફિસર દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here