નેપાળમાં યોજાયેલ સાઉથ એશિયન ગેમ્સમાં માર્શલ આર્ટ્સમાં મેળવ્યો સુવર્ણ પદક

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના વિધામંજરી શાળામાં અભ્યાસ કરતો સાગર જે માર્શલ આર્ટ્સમાં સિહોર સહિતનું ભારત દેશનું ગૌરવ વધારી રહ્યો છે. નેપાળના કાંચનપુર ખાતે સેવન સાઉથ એશિયન ગેમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વના દેશોમાંથી સ્પર્ધકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા. અહીં ભારત દેશ તરફથી સિહોરના સાગરની પસંદગી કરવામાં આવી હતી. અન્ડર 19 માર્શલ આર્ટ્સ માં ભાગ લઈને અનેક દેશોના સ્પર્ધકોને માત આપીને સુવર્ણ પદક મેળવીને દેશનું તેમજ સિહોરનું નામ રોશન કર્યું હતું. નાની ઉંમરે જ સાગરે કે જેનું નામ છે તેવા જ વિશાળ રમતવીર ના ગુણો તેમાં સમાયેલા છે.

માર્શલ આર્ટ્સ એટલે રમતનું એવું ક્ષેત્ર કે જ્યાં અથાક મહેનત અટલ ધ્યાન ની ખૂબ જરૂરત. ત્યારે નાની ઉંમરે માર્શલ આર્ટ્સ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી નાખી છે. જિલ્લા કક્ષાએ થી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની અનેક સ્પર્ધાઓમાં તેને ભાગ લઈને હરહંમેશ દેશનું નામ રોશન કર્યું છે. ભણતર સાથે રમતમાં પણ આગળ આવવુ એ ખરેખર અન્ય વિધાર્થીઓને માટે પ્રેરણા સ્વરૂપ છે સાગરનું કાર્ય. સાગરની સિદ્ધિઓ ખરેખર વખાણવા લાયક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here