દીવાલ બનાવવાના ૮૫ હજાર પાસ થયા કોન્ટ્રાકટરે ૨૦ (વિહ) હજારના ઈંટડાઓ ગોઠવી દીધા, નગર સેવક ભરત રાઠોડ દ્વારા મામલે પ્રાદેશિક કચેરીમાં તપાસની માગ કરી,

કેટલી હદે વહીવટ કથળી ગયો છે તેનો ઉત્તમ નમૂનો, અહીં કેવા કેવા સેટિંગો પડે, વાત જ જવા દયો, ભરત રાઠોડ છ માસથી સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરતા હતા..પણ અહીં તો પગલાં કે તપાસ કરે કોણ..

હરેશ પવાર
સિહોર નગરપાલિકા વિભાગમાં કેવું કેવું ચાલે છે તેના પુરાવા અનેક વારંવાર સામે આવતા હોય છે પરંતુ આજે જે વાત સામે આવી છે એ બાબત ખૂબ જ ગંભીર છે નગરપાલિકાના સાશકો અને એજન્સીની મિલીભગતથી વ્યાપક ભ્રષ્ટાચારની બુમરાગો અવારનવાર ઉઠવા પામેં છે. જે કામ માટે નિયમો ઘડાયા છે તે કામ થાય ખરૂ પણ નિયમોને નેવે મુકીને જેનાથી અવગત અધિકારીઓ પણ ચુપચાપ બેસી રહેતા હલકી ગુણવત્તાના કામના પણ પુરા નાણાં ચુકવી પોત પોતાનું કમિશન સાજુ કરતા હોવાના આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારે પ્રાદેશિક કમિશનરમાં તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માગ કરી છે નગરપાલિકામાં વહીવટ જે ચાલે છે.

તેમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ છે અને સિહોર નગરપાલિકાના શાસકો અને એજન્સીની મિલીભગતથી નગરપાલિકાના વિકાસના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને સરકારની માર્ગદર્શીકા કે નીતિ નિયમોની ઐસી તૈસી કરી અને નબળી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવે છે. અમુક કેસમાં જે કામ મંજૂર થયું હોય તેનાથી વિપરીત રીતે કામ કરી અને ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વોર્ડ નં ૬ માં કે જે કન્સ્ટ્રક્શન ઓફ રીટર્નીંગ વોલ બનાવવાની હતી તે દિવાલ આર.સી.સી. બનાવવાના બદલે ઇંટોના ચણતર કરી દેવામાં આવેલ છે. આ દિવાલ આર.સી.સી. લેવા પાછળનું કારણ કામની જગ્યા છે.

તેની ઉંચાઇ ઉપર આવેલ છે અને કન્સલન્ટન્ટની સલાહ મુજબ તથા આર.સી.સી. દિવાલ જરૂરી હોય કે જેથી અકસ્માતની ઘટના ન બને તેમ છતાં આર.સી.સી.ની દિવાલ મંજૂર થયા પછી કસુરવારે ત્યાં ખાલી ઇંટનું ચણતર કરી પ્લાસ્ટર કરી નાખેલ છે જેની તપાસ થવી જરૂરી છે આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સ્થાનિક અધિકારી તરફથી કાયદેસરની નોટિસ આપવામાં આવેલ નથી કે કોઇપણ જાતના પગલા લેવામાં આવેલ નથી ત્યારે આ મામલે અધિકારીઓ અને શાસકોની મીલીભગતથી એજન્સી સાથે રહી ભ્રષ્ટાચાર ચાલે છે જેની તપાસ થવી જોઇએ તેવા સ્પષ્ટ આક્ષેપ સાથે વિપક્ષ સભ્ય ભરત રાઠોડે પ્રાદેશિક કમિશનરમાં રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here