નગરપાલિકા ના નવનિર્મિત અદ્યતન બિલ્ડીંગ માં હોમાત્મક યજ્ઞ સાથે શ્રી ગણેશ, યજ્ઞમાં ખાસ સંતો મહંતો અધિકારી પદાઅધિકારી કર્મચારીઓ જોડાયા
દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાના નવનિયુક્ત નિર્માણ પામેલ બિલ્ડીંગ ખાતે આજે મહા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોરમાં મુખ્ય બજારની વચ્ચે આવેલ જુના પાલિકાના બિલ્ડીંગ થી સિહોરીજનો ને હાશકારો થશે. સિહોરના એલ.ડી.મુનિ હાઇસ્કુલ ની સામે નગરપાલિકાના અદ્યતન બિલ્ડીંગ સોમવારથી ધમધમતી જશે.
આજે નવા બિલ્ડીંગ માં પાલિકાના પ્રમુખ શ્રી દીપતિબહેન ત્રિવેદી તથા સાથે કોર્પોરેટર ચેરમેન હોદેદારો સહિતના ગામના આગેવાનો હાજર રહ્યા હતા. આ નવ નિયુક્ત બિલ્ડીંગ 10 ફેબ્રુઆરી ના રોજ ખુલ્લું મુકાશે. વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા પાલિકા ભવનને પવિત્ર કરવામાં આવ્યું હતું.
અહીં આ શુભ પ્રસંગે મોંઘીબાની જગ્યાના મહંત શ્રી જીણારામ બાપુ તેમજ ગૌતમેશ્વર મહાદેવના મહંત 1008 સ્વરૂપાનંદજી સ્વામીજી એ હાજર રહીને આશિષ વચનો આપ્યા હતા. અહીં આ શુભ પ્રસંગે વિપક્ષ પણ સાથે રહ્યું હતું અને એક સિહોરી જનોને ઉભી થઇ રહેલી નવી સવલતને વધાવી હતી આ પ્રસંગે સંતો મહંતો સહિત સિહોર મામલદાર નિનામાં, પોલીસ અધિકારી પીઆઇ ગોહિલ, ચીફ ઓફિસર બરાડ સહિતના મુખ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા નગરપાલિકા કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યો હતો.