ધ્રૂપકા ગામે અરવિંદભાઈની વાડીમાં દીપડા ઘુસ્યા કે સિંહ.? અરવિંદભાઈ કહે છે મેં વહેલી સવારે ૫ વાગ્યા આજુબાજુ બે સિંહો નજરો-નજર જોયા ખેડૂતો બહુ હેરાન છે પ્રશાસન કઈક કરે

અરવિંદભાઈએ કહ્યું સિંહ આવતા કૂતરા બહુ ભસ્યા અને મારા છોકરાવે દેકારો કરી મુક્યો, આ અંગે શંખનાદ દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્રિવેદીનો સાંજના ૭.૦૫ કલાકે મોબાઈલ ફોન સંપર્ક સાંધ્યો હતો જોકે ફોન રિસીવ થયો ન હતો

બ્રિજેશ ગૌસ્વામી
થોડા દિવસો અગાઉ સિહોરના ચોર વડલા ગામ આજુબાજુ વિસ્તારોમાં સિંહના મારણના સમાચારો હતા અને આંબલા વિસ્તારોમાં પણ સિંહે દેખા દીધા હોવાના સમાચારો મળતા રહે છે આજે સિહોરથી એકદમ નજીકના ધ્રુપકા ગામે દિપડા કે સિંહે દેખા દીધા છે જોકે આ અંગે ધ્રુપકા ગામના અરવિંદભાઈ કહે છે આજે વહેલી સવારે મારી વાડીમાં બે સિંહ ઘુસ્યા હતા વાડીમાં છોકરાવે દેકારો કરી મુક્યો હતો અને મેં મારી આંખે નજીકથી બે સિંહોને જોયા છે આના માટે પ્રશાસન કઈક કરે તેવી માંગ ધ્રુપકાના વાડી માલિક અરવિંદભાઈ કરી છે જોકે શંખનાદ દ્વારા આ અંગે સમી સાંજના ૭.૦૫ કલાકે સિહોર ફોરેસ્ટ રેન્જના અધિકારી ત્રિવેદીના મોબાઈલ ફોન પર સંપર્ક સાંધ્યો હતો મોબાઈલ ફોનની રીંગો પુરી થઈ હતી ફોન રિસીવ થયો ન હતો.

જેથી દીપડા કે સિંહ અંગેની વિગતો મળી શકી નથી અગાઉ પણ ધ્રુપકા અને ભડલી વિસ્તારોમાં પ્રાણીઓના મારણ થઈ ચૂક્યા છે જેથી લોકો ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે જોકે આ વિસ્તારમાં ફરી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ વખતે આ જંગલી પ્રાણીએ કોઇ પ્રાણીને નિશાન બનાવી શિકાર કર્યો નથી પરંતુ અગાઉ થયેલા મારણ જેમ કોઈની વાડીએ જઇ કોઇ પ્રાણીનું મારણ કરે તે પહેલાં આ રાની પશુને પકડવા ફોરેસ્ટ વિભાગ સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત આવશ્યક સાથે લોકમાંગ પણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here