આવતીકાલે સિહોર માં નંદલાલ મૂળજી ભુતા મેડિકલ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

દેવરાજ બુધેલીયા
સિહોરની નંદલાલ મૂળજી ભુતા હોસ્પિટલ ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 12 ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં આવતા દર્દીઓને મોટિયાના ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવશે. અહીં આંખના નિષ્ણાત તજજ્ઞ ડો.સિદ્ધાર્થ ગોસાઈ સેવા આપશે સાથે ડો.આશિયા હુનાણી તથા ડો.અવની પટેલ દ્વારા સર્વરોગની તપાસ કરશે. સિહોર પંથકની આસપાસની જનતાને આ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ભુતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here