૨૮ કન્યાઓને રામ ટેકરી ખાતે પાનેતર અપાયા

દેવરાજ બુધેલીયા
સિહોરમાં કોળી સમાજ મુકેશભાઈ દ્વારા સતત આઠ વર્ષથી ગરીબ હિંદુ દિકરીઓના લગ્ન નું આયોજન કરતા આવ્યા છે. આ વર્ષે સતત ૯માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સિહોરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું છે. અહીં સમસ્ત સમાજની ૨૮ દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આજે આ કન્યાઓ માટેના પાનેતરનું રામટેકરી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. કોળી સમાજના મુકેશભાઈ દ્વારા ગરીબ કન્યાઓને ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવે છે. આ સાથે તેઓ દ્વારા ફર્નિચર, કન્યાઓ માટે કપડાઓ ઉપરાંત જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here