સિહોર માં નંદલાલ મૂળજી ભુતા મેડિકલ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની નંદલાલ મૂળજી ભુતા હોસ્પિટલ ખાતે રવિવારે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આંખના નિષ્ણાત તજજ્ઞ ડો.સિદ્ધાર્થ ગોસાઈ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરી આપવામાં આવી હતી. આ સાથે મોટિયાના દર્દીઓ માટે પણ નિઃશુલ્ક ઓપરેશન ની વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. ડો.આશિયા હુનાણી તથા ડો.અવની પટેલ દ્વારા કેમ્પમાં આવેલ દર્દીઓને તપાસ કરી આપવામાં આવી હતી. સિહોર પંથકની આસપાસની જનતા દ્વારા આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ભુતા મેડિકલ ફાઉન્ડેશન ના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here