રોહિદાસ બાપા જન્મ જયંતિ નિમિતે કેમ્પનું આયોજન , લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો,

હરેશ પવાર
સિહોર તાલુકા પચાયત પાછળ આવેલ વણકર સમાજ ની વાડી ખાતે સમાજના આગેવાન માવજી સરવૈયા, ડાયાભાઇ રાઠોડની ઉપસ્થિતિમાં મિશન પે બેક ટુ સોસાયટી આયોજિત સંત શિરોમણિ શ્રી રવીદાસજીની જન્મ જ્યંતી ના પાવન દિવસ ફ્રી મેડિકલ કેમ્પ તેમજ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ અમરગઢ જીથરીની ર્ડો.મનદીપસિંહ ગોહિલ ની ટીમ દ્વારા આ કેમ્પ માં સહયોગ સાથે ર્ડો.કે.ડી રાઠોડ. ર્ડો.યોગેશભાઈ.ર્ડો.મકવાણા. ર્ડો.બામ્ભનિયા. સહિત ડોક્ટર સ્ટાફ દ્વારા ફ્રી નિદાન તેમજ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવેલ.

આ સાથે અમરગઢ જીથરી ડેન્ટલ હોસ્પિટલના ર્ડો. મનદીપસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ફ્રી નિદાન તપાસણી સાથે ઓપરેશન માટે દર્દીઓ ને લેબોરેટરી એક્સસરે.ઓપરેશન સહિત દર્દીઓને હોસ્પિટલ ના દ્વારા આવવા જવા માટે તેમજ ભોજન વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે..જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ એ લાભ લીધો હતો.આ કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો પ્રતિષ્ઠિત મહાનુભાવો.સમાજ શ્રેષ્ઠીઓ. નગરસેવકો રાજકીય આગેવાનો. તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી ટ્રસ્ટી ઓ.હોદેદારો. કારોબારી સભ્યો. યુવક મંડળ.મહિલા મંડળ સહિત આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવેલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here