એમબીકોની કરોડો જમીનમાં દબાણનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી ગૌતમી નદીમાં દબાણ થતું હોવાનું સામે આવ્યું, સરકારી જગ્યાઓમાં દબાણકર્તાઓનો રાફડો ફાટ્યો, ચોમાસામાં પુર આવે તો કેટલાક વિસ્તારોમા પાણી ઘુસી જાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ

હરેશ પવાર
સિહોરમાં દબાણકર્તા ઓનો રાફડો ફાટ્યો છે જ્યાં અને ત્યાં મનફાવે તે રીતે અસામાજિક તત્વો દબાણ કરીને સરકારી જગ્યાઓનો કબજો કરી રહ્યા છે અગાઉ થોડા દિવસ પહેલા સિહોર દાદાનીવાવ ગાયત્રી નગર પાસે એમબીકો નામની કરોડો રૂપિયાની જગ્યામાં કેટલાક તત્વોએ દબાણ કરાયાના આક્ષેપ સ્થાનિક ભાજપ કોંગ્રેસ નગરસેવકોએ આક્ષેપ કર્યા હતા તે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી ગૌતમી નદીમાં કોઈ અસામાજિક લોકો દબાણ કર્તા હોવાનું સામે આવ્યું છે સિહોરના મારુતિ નગર વિસ્તારમાંથી પસાર થતી ગૌતમી નદી બાજુમાં જમના ચેકડેમ આવેલો છે જે ૧૯૯૯માં બનાવવામાં આવ્યો હતો.

જે ચેકડેમ નજીક કોઈ અસામાજિક લોકો દ્વારા પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દેતા વિવાદ ઉભો થયો છે આ અંગે નગરપાલિકા નગરસેવક દીપશંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રાઠોડે સ્થળ મુલાકાત લીધી હતી અને તે દરમિયાન દીપશંગભાઈનું કહેવું છે કે આ જમના ચેકડેમ ગૌતમી નદી નજીક પોતાના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન ઉભો કરાયો હતો જે ચેકડેમ નજીક જ હાલ કેટલાક લોકો દ્વારા સરકારી જગ્યામાં પ્રોટેક્શન દીવાલ ઉભી કરી દીધી છે જેના કારણકે ભવિષ્યમાં ગૌતમી નદીમાં પુર આવવાના કારણે મારુતિ નગર સહિત વિસ્તારોમાં પાણી ઘુસી જવાની દહેશત વ્યક્ત કરી છે.

આ દિવાલથી ચોમાસામાં પુર આવવાથી અહીં આજુબાજુ વિસ્તારોમાં પાણી ઘુસી જશે મકાનોને નુક્શાનો થશે લોકો મુશ્કેલીમાં મુકાશે તેવી સંભાવતા નગસેવકે વ્યક્ત કરી છે આ મામલે ઉચ્ચ સ્તરે પણ રજૂઆતો થનાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલ સિહોરમાં જ્યાં અને ત્યાં સરકારી જગ્યાઓ પર દબાણકર્તાઓનો રાફડો ફાટ્યો છે અને કરોડોની એમબીકો જગ્યામાં દબાણનો મામલો શાંત નથી પડ્યો ત્યાં ફરી ગૌતમી નદીમાં દબાણ થતું હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here