વાહન ચાલકોમાં રાહત, તંત્ર દ્વારા છેક સિહોરની તળાજા સુધી રીપેરીંગ કામગીરી હાથ ધરી, આજે ચોથા દિવસે પણ કામગીરી શરૂ

દેવરાજ બુધેલીયા
સિહોરનો અત્યંત બિસ્માર બનેલો ટાણા રોડને તંત્રએ થિંગડા અને રીપેરીંગ કામગીરી હાથ ધરી છે કોંગ્રેસ અગ્રણી નાનુભાઈનું આંદોલનનું રણશિગું પછી તંત્ર હરકતમાં આવ્યું છે અને રોડની મરામત કામગીરી શરૂ કરી છે ટાણા રોડ ચાલીસથી વધુ ગામને જોડતો રોડ છે હાલ અલંગ અને તળાજા સુધી જવાનો મુખ્ય માર્ગ ગણાય છે પરંતુ રોડની દશા ભયાનક બની હતી અનેક વખતો સ્થાનિક આગેવાનો દ્વારા રોડને લઈ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેનો ભોગ અને લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા.

છેલ્લે થોડા દિવસો પહેલા કોંગ્રેસના આગેવાન નાનુભાઈ ડાખરા દ્વારા સરકાર અને તંત્રનુ રોડની બિસ્માર હાલતને લઈ રજૂઆતો કરી હતી અને બાદમાં તંત્ર હરકતમાં આવ્યું છે છેલ્લા ચાર દિવસથી સરના પાટિયાથી શરૂ થયેલી થિંગડા મારવાની કામગીરી હાલ આજે પણ શરૂ છે તંત્ર દ્વારા સર ટાણા વરલ દિહોર છેક તળાજા સુધી રોડને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરી છે ત્યારે લોકોમાં હાશકારો થયો છે લોકોને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થયો છે તે પણ હકીકત છે પરંતુ નવો રોડ પણ બનાવવો એટલો જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here