સિહોર ઘાંઘળી ફાટક થી નેસડા ફાટક સુધીનો રોડ તૈયાર, અંડરબ્રિજનું કામ પણ શરૂ

હરેશ પવાર
સિહોર શહેરમાં ઘાંઘળી રેલવે ફાટક થી લઈ નેસડા ફાટક સુધીનો રોડ પાલિકા દ્વારા તૈયાર કરાયો છે જેને લઈ લોકોમાં હાશકારો થયો છે સિહોરમાં ઘાંઘળી રોડ પર અાવેલ રેલવે ફાટક વાહનચાલકો માટે દુવિધારૂપ બન્યુ છે. વારંવાર રેલવેની આવન જાવનથી ફાટક બંધ થતા કિંમતી સમય વેડફાઇ રહ્યો છે. ત્યારે આ બાબતે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કેટલાક સમયથી ઉઠી છે જોકે નેસડા અંડરબ્રિજનું કામ પણ શરૂ હોઈ ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

પરંતુ બીજી તરફ સિહોરમાં ઘાંઘળી રોડ પર આવેલ રેલ્વે ફાટકને કારણે છેલ્લા ઘણા વરસોથી લોકો હેરાનની હાટડી થઇ રહ્યા છે. આ ફાટક બાબતે યોગ્ય કરવાની માંગ પ્રબળતર બનતી જાય છે જોકે ઘાંઘળી રેલવે ફાટક થી લઈ નેસડા ફાટક સુધીનો રોડ પાલિકા દ્વારા તૈયાર થયો છે જેને લઈ સ્થાનિક લોકોમાં મુશ્કેલીઓ ઓછી જરૂર થઈ છે અને નેસડા ફાટક અંડરબ્રિજનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શકયતા છે ત્યારે વર્ષો જૂનો ફાટક પ્રશ્નો નો અંત આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here