અહીં તમામ વિભાગોનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું , મેઈન બજાર માંથી કચેરી સ્થળાંતર થતા લોકોને હાશકારો થયો, ટ્રાફિક માંથી મુક્તિ મળી

બિલ્ડીંગ જગ્યાઓને લઈ અનેક વાદવિવાદો અને હોહા થઈ, બિલ્ડીંગ ઉભું થયું, બિલ્ડીંગમાં તક્તિના હકદાર પણ દીપ્તિબેન, નગરસેવકોનો એકસુર

હરેશ પવાર
સિહોર નગરપાલિકાનું નવું બિલ્ડીંગ કાર્યરત થઈ ચૂક્યું છે તમામ કામગીરીઓ નવા બિલ્ડીંગ ખાતે શરૂ થઈ ચૂકી છે અને નવા બિલ્ડીંગ ખાતે નગરપાલિકા લગતા દરેક વિભાગો રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યા છે ખાસ કરીને નગરપાલિકા કચેરી ખાતે કામકાજ માટે આવતા અરજદારોને હાશકારો થયો છે કારણ અગાઉ જૂની કચેરી મેઈન બજાર શાક માર્કેટમાં આવેલ હતી.

જેને લઈ ટ્રાફિકની બાબતમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો બિલ્ડીંગની જગ્યાને લઈ અનેક વિવાદો થયેલા છે નંદલાલ ભુતા સંસ્થા સાથે કોર્ટ કેસો સહિત જગ્યા બાબતે અનેક વિવાદિત દાવપેચો માંથી ઉભું થયેલું બિલ્ડીંગ કરોડોના ખર્ચે તૈયાર થયેલું છે જે તમામ બાબતો નગરપાલિકા મહિલા નગરપતિ દીપ્તિબેન ત્રિવેદીના સમયગાળામાં થયું છે.

જેથી નગરપાલિકાના નવા બિલ્ડીંગ કચેરી ખાતે પણ તકતી દીપ્તિબેન ત્રિવેદીની લાગશે કારણકે હકદાર પણ એજ ગણી શકાય અનેક મુશ્કેલીઓ માંથી પસાર થઈને આ બિલ્ડીંગ ઉભું થયું છે અને સાથે પાલિકા સભ્યો અને કર્મચારીગણમાં બિલ્ડીંગમાં દીપ્તિબેન ત્રિવેદીની તક્તિ લાગે તે માટેનો એક સુર ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here