સિહોર શહેર કોંગ્રેસ અને દલીત આગેવાનો દ્વારા બાબા સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ
દેવરાજ બુધેલીયા
આજનો દિવસ એટલે મહાપરિનિર્વાણ દિવસ ભારતીય બંધારણ ના ઘડવૈયા, સામાજિક ન્યાય ના પ્રણેતા, ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર (બાબાસાહેબ) ની પૂણ્યતિથિ આ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ અને સિહોર દલિત અગ્રણીઓ દ્વારા ડૉ.આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા ને હાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી સાથે પ્રાર્થના વંદના પણ કરી હતી જયભીમના નારા સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી આ પુષ્પાંજલિમાં કોંગ્રેસના અગ્રણીઓ સાથે સિહોરના દલિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.