સિહોર સાથે જિલ્લામાં ધીમી ગતિએ ઉનાળાનું આગમન, તાપમાનમાં વધારો નોંધાતા નગરજનોને તીવ્ર ઠંડીમાં આંશિક રાહત મળી

હરીશ પવાર
સિહોર સાથે જિલ્લામાં ધીમે ધીમે ઉનાળાની મોસમનું આગમન થઇ રહ્યું હોય અને શિયાળો વિદાય લઇ રહ્યો હોય તેવા વાતાવરણનો સામનો આજે બુધવારે નગરજનોને કરવો પડયો હતો.તાપમાનમાં વધારો થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી.આમ નગરજનોને તીવ્ર ઠંડીમાં આંશિક રાહત મળી છે.

ઉત્તરાયણ પર્વ બાદ બદલાયેલા હવામાનના કારણે ઠંડીએ પણ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પડી રહી હતી. જેના પગલે નગરજનો પણ તીવ્ર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા હતાં. આમ હાલમાં શિયાળાની મોસમનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની મોસમ ધીમી ગતિએ પગરવ માંડી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here