લાખો ગેલન પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું-થોડા સમય પહેલા જ નવી લાઈન નાખવામાં આવી હતી

હરેશ પવાર
સિહોરના ઘાંઘળી નજીક પસાર થતી નર્મદા લાઈનમાં ભંગાણ પ્રશ્ન વારે ઘડી ઉભા થતા હોય છે. હમણાં થોડા સમય પહેલા જ નવી લાઈન નાખવામાં આવી હતી. જે આજે ફરી તૂટી જતા લાખો ગેલન પાણી વેડફાઈ ગયું હતું. પાણી લાઈન તૂટી જતા પાણીના ફુવારાઓ ઉડ્યા હતા. એક તરફ સિહોરમાં પાણી માટે હંમેશા પ્રશ્નો ઉભા હોય છે ત્યારે આ રીતે અમૂલ્ય પાણી વારેઘડી વેડફાઈ જાય છે. હમણાં જ નવી નાખેલી લાઈનમાં ભંગાણ થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે. કેવી નબળી ગુણવતા નું વસ્તુઓ લાઈનમાં વાપરી હશે જે થોડા સમયમાં જ તૂટી પડી. આ અંગે તંત્ર દ્વારા ઊંડી તપાસ હાથ ધરવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here