આરસીસી દીવાલ બનાવવાના બદલે કોન્ટ્રાકટરે ઈંટો ગોઠવી દીધી હતી, નગરસેવક ભરત રાઠોડે ઉચ્સ્તરે રજૂઆતના પગલે કોન્ટ્રાકટરના પગતળે રેલો, તંત્ર અધિકારીએ સ્થળ તપાસ કરતા ભષ્ટાચાર ખુલ્લો પડ્યો

આરસીસી દીવાલના બદલે કેમ ઈટોની દીવાલ બનાવી દિવસ ૩ માં ખુલાસો કરવાના આદેશ, દીવસ ૨ માં દીવાલ તોડી નવી બનાવવાનો હુકમ, અખબારોના અહેવાલોની નોંધ લેવાઈ

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં કોન્ટ્રાકટરોના કામો અંગે વારંવાર નબળા કામો થતા હોવાની બુમરાણ ઉઠે છે અને જે બાબતે અનેક રજૂઆતો પણ થાય છે પરંતુ અહીં તપાસ કરે કોણ..તે એક મોટો સવાલ ઉભો થાય છે કારણકે અહીં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ છે કોન્ટ્રાકટરોના નબળા કામની ભુતકાળની કેટલીક ઘટનાઓ બાજુમાં મૂકીને ઉત્તમ અને દાખલો આપવામાં આવેતો સિહોર નગરપાલિકા વોર્ડ નં ૬ માં એક પ્રોટેક્શન દીવાલ ૮૫ હજારના ખર્ચે બનાવવામાં આવી હતી.

આ દીવાલ આરસીસીની બનાવવાની હતી પરંતુ કોન્ટ્રાકટરે ૨૦ (વીસેક) હજારના ઈટડાઓ ગોઠવી દઈને દીવાલ ઉભી કરી દીધી હતી પરંતુ જાગૃત અપક્ષ નગરસેવક ભરત રાઠોડ દ્વારા અવારનવાર નગરપાલિકા અધિકારીને રજુઆત કરી હતી અને સાથે થોડા દિવસ પહેલા ઉચ્સ્તરે રજુઆત કરતા જેની અખબારો દ્વારા સારી એવી જગ્યા આપવામાં આવી હતી અને જેના પગલે સ્થાનિક તંત્રએ સ્થળ તપાસ કરતા આરસીસી બાંધકામની જગ્યાએ કોન્ટ્રાકટરે ઇટો ગોઠવી દીધી હોવાનું સામે આવ્યું છે ત્યારે કોન્ટ્રાકટર કરેલી ગેરરીતિ સામે આવી છે.

હાલ તંત્ર તરફથી કોન્ટ્રાકટરને ત્રણ દિવસમાં ખુલાસો કરવાના આદેશ થયા છે અને ૨ દિવસમાં કરેલા બાંધકામને તોડી પાડીને ફરી આરસીસી દીવાલ ઉભી કરવા હુકમ થતા આ મામલે ભારે ચકચાર જાગી છે ત્યારે નગરસેવક ભરત રાઠોડની રજુઆત સામે કોન્ટ્રાકટરનો બહાર આવ્યો છે જેના પગલે હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે અને નગરપાલિકા વિભાગોમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here