મોટા માથાએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કર્યો હતો ત્યાં બાંધકામ ચાલતું હતું ત્યાં જ તંત્રનું જીસીબી ફરી વળ્યું, સૂત્રો કહે છે ૨૮ રૂમો બનવાના હતા જેની કિંમત કરોડૉમાં થાય

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
દબાણકર્તાએ અધિકારીઓ સાથે ધમકીના સુરમાં વાત કરી હોવાનું પણ પ્રાથમિક સામે આવ્યું, છતાં પણ કડક અધિકારીઓ દ્વારા આકરી કાર્યવાહી સિહોર નગરપાલિકા જગ્યાઓમાં દબાણ થતું હોવાનું વારંવાર સામે આવતું રહે છે અને સરકારી જમીનો પચાવી પાડી વેપલો થતો હોવાની વાત પણ જગ જાહેર છે પરંતુ આજે જે કાર્યવાહી કરવામાં આવી છે તે મોટા માથા દ્વારા સરકારી જગ્યામાં કબ્જો કર્યો હતા તે દબાણ સામે તંત્રએ આકરી કાર્યવાહી કરી છે.

જે અધિકારીની કાર્યવાહી અને તંત્રની કામગીરીને બિરદાવી પડે સિહોરના વોર્ડ નં ૨ રામદેવ નગર વિસ્તારમાં સરકારી પડતર જગ્યામાં મોટા માથાએ કબ્જો કરીને બિનકાયદેસર મકાનો ચણીને બાંધકામ કરીને રૂમો ઉભા કરવામાં આવ્યા હતા જેની કામગીરી શરૂ હતી આ જગ્યા બાબતે અગાઉ નગરસેવકો દ્વારા વિરોધ કરાયો હતો અને સરકારી જગ્યામાં થયેલ દબાણ દૂર કરવાની માંગ કરી હતી.

આજે સવારે સિહોર વોર્ડ નં ૨ રામદેવ નગર વિસ્તારમાં અચાનક નગરપાલિકા તંત્રનું જીસીબી ટ્રેકટરો મસમોટો સ્ટાફ સ્થળ પર જઈને સરકારી જગ્યામાં થયેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સૂત્રો કહે છે અહીં આઠ મકાનો પર તંત્રનું જીસીબી ફરી વળ્યું છે જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે સૂત્રો પાસે એવી પણ પ્રાથમિક માહિતી છે કે સરકારી જગ્યામાં આજુબાજુ ગેરકાયદેર કબ્જો કરીને ટોટલ ૨૮ રૂમો ઉભા કરવાના હતા જોકે તંત્રએ દબાણકર્તાની મેલીમુરાદને ના કામયાબ બનાવી છે.

અહીં સરકારી જગ્યામાં દબાણકર્તા કોઈ મોટું માથુ છે જેમણે ઉપસ્થિત અધિકારીઓ સાથે ધમકીભર્યા સુરમાં વાત કરી હોવાની અને જગ્યા માટે વિરોધ કરનારા નગરસેવકોને જોઈ લેવાની ધમકી આપી હોવાનું કહેવાય છે ત્યારે હાલ રામદેવનગરમાં તંત્રનું જીસીબી ફરી વળ્યું છે અને સરકારી કરોડો રૂપિયાની જગ્યાને ખાલી કરાવાય છે અહીં નગરપાલિકા ચીફઓફિસર એન્જિનિયર મામલદાર વિભાગ માંથી સર્કલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here