કોન્ટ્રાકટરના પગતળે થી જમીન સર્કિ ગઈ, નગરસેવક ભરત રાઠોડની ઉચ્સ્તરે રજુઆત અને તંત્રની સ્થળ તપાસ બાદ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે આકરી પાણીએ

કોન્ટ્રાકટર સામે સઘન કાર્યવાહી, હજુ તો તંત્ર દ્વારા ખુલાસો પણ મંગાયો છે, આરસીસીના બદલે ઈંટો ગોઠવી ને ઉભી કરેલી દીવાલ પાડી દીધી, તુરંત નવી દીવાલ બનાવવાના પણ આદેશ

દેવરાજ બુધેલીયા
સિહોરના વોર્ડ નં ૬ મોરચા શેરી વિસ્તારમાં ડુંગર પરની પ્રોટેક્શન દીવાલ બનાવવાના મામલે ભારે ચકચાર મચી છે કહી શકાય કે કોન્ટ્રાકટરના પગનીચે જમીન સરકી ગઈ છે અને તંત્રની કાર્યવાહી સામે નગરપાલિકા અને કોન્ટ્રાકટર વિભાગોમાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે નગરપાલિકા વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાકટર સામે અગાઉ અનેક વખતો આંગળીઓ ચીંધાઈ છે અસંખ્ય વખતો હલકી કક્ષાનું કામ કર્યું હોવાની રજૂઆતો અને આવેદનો વિપક્ષ દ્વારા પણ અપાયા છે.

પરંતુ આજ સુધી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી થઈ હોય તેવું સામે આવ્યું નથી સિહોર વોર્ડ ૬ ના અપક્ષ ઉમેદવાર ભરત રાઠોડ છેલ્લા ત્રણ ટર્મ થી લોકોનું પ્રતિનિધિ કરે છે અને પોતાના વિસ્તારમાંથી ચૂંટાઈ આવે છે અને ભરત રાઠોડ ખરા લોકસેવક પણ માનવામાં આવે છે વોર્ડ નં ૬ માં મોરચા શેરી વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હકીકતમાં દીવાલ આરસીસીની બનાવવાની હતી અને જેની રકમ ૮૫ હજાર જેવી પાસ પણ થઈ હતી જોકે કોન્ટ્રાકટરે એ આરસીસી દિવાલના બદલે ઈંટોની દિવાલ ઉભી કરી દીધી હતી.

જે મામલે નગરસેવક ભરત રાઠોડ દ્વારા સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરી જોકે સ્થાનીક તંત્ર દ્વારા કાર્યવાહી નહિ કરાતા ભરત રાઠોડે ઉચ્સ્તરે રજૂઆત કરતાં સમગ્ર મામલો મીડિયા અને અખબારોમાં પણ ચમક્યો હતો જે મામલે સ્થાનિક તંત્રએ સ્થળ તપાસ કરતા કોન્ટ્રાકટરે કરેલા કારનામાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તંત્ર દ્વારા આરસીસી દીવાલ બનાવવાની હતી તે જગ્યાએ ઈંટોની દીવાલ કઈ રીતે ઉભી કરી દીધી તેનો ખુલાસો ત્રણ દિવસમાં કરવાનો હુકમ કર્યો છે.

દીવાલને જમીનદોસ્ત કરીને તાકીદે ટેન્ડર મુજબ કામ કરી આરસીસી દીવાલ ઉભી કરવાના આદેશના પગલે આજે કોન્ટ્રાકટર દ્વારા દીવાલને જમીન દોસ્ત કરીને ફરી ટેન્ડર મુજબની કામગીરી હાથ ધરી છે ત્યારે સમગ્ર મામલો નગરપાલિકા વિભાગોમાં ચર્ચાસ્પદ બન્યો છે અને કહી શકાય કે નગરસેવક ભરત રાઠોડની જાગૃતતાએ કોન્ટ્રાકટરના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here