સિહોર વિદ્યામંજરી ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસ ઊજવાયો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સ્કૂલ ખાતે ગઈકાલે પશ્ચિમી સંસ્કૃતિનાં લોકો આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે શાળામાં આ દિવસની ઊજવણી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી પુલવામાં બનેલા બનાવને ધ્યાને લઇ આર્મીનાં વસ્ત્રોમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરીને માતૃ-પિતૃ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી.

સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું કુમકુમ તિલક કર્યુ હતુ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાનાં માતા-પિતાને હાર પહેરાવ્યો અને તેમના ચરણોને ધોઈને, આરતી ઉતારીને માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વાલીઓએ તેમજ શિક્ષકોએ આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે નહીં પરંતુ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનાં વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ લેવરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here