ત્રણ દિવસ પહેલા નગરસેવકોએ સ્થળ પર પોહચી સમગ્ર મામલો સામે લાવ્યા હતા, ગૌતમી નદીમાં બાંધકામ કરીને સરકારી જગ્યાનો કબ્જો કરતા હોવાની વાત છે

સમગ્ર મામલે તંત્ર સ્થળ પર પોહચ્યું, હાલ પૂરતું કામને સ્થગિત કરી દેવા આદેશ, દબાણકર્તાને જમીન જગ્યાના પુરાવા તાકીદે રજુ કરવા તંત્રનો હુકમ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં છેલ્લા બે દિવસથી તંત્રએ દબાણ કર્તાઓ સામે બાયો ચડાવી છે ગઈકાલે રામદેવ નગરમાં એક સાથે સાત રૂમો પર બુલડોઝર ફેરવી દઈને સરકારી કરોડો રૂપિયાની જગ્યા ખુલ્લી કરી છે આજે ગૌતમી નદીમાં થતા દબાણ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે સિહોર ગૌતમી નદીમાં છેલ્લા કેટલાક દિવસોથી બાંધકામ શરૂ છે કોઈ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યાનો કબ્જો કરીને બાંધકામ કરતા હોવાની વાત સામે આવી હતી આ મામલે બે દિવસ પહેલા સિહોરના જાગૃત નગરસેવકો સ્થળ પર પોહચી.

તપાસ કરતા બાંધકામમાં કારણે સિહોર વોર્ડ નં ૫ ના કેટલાક વિસ્તારોમાં ચોમાસાના પાણી ઘુસી જવાની આશંકા વ્યક્ત કરી હતી અને આ મામલે તંત્રને પણ રજુઆત કરીને દબાણકર્તાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી જ્યારે તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને હાલ પૂરતું બાંધકામ બંધ કરી દેવા દબાણકર્તાને આદેશ કર્યા છે અને જગ્યા બાંધકામ સહિતના તમામ પુરાવાઓને તાકીદે તંત્ર સમક્ષ રજુ કરવા હુકમ કરાયો છે ત્યારે દબાણકર્તાઓ સામે તંત્રએ બાયો ચડાવી છે અને એક પછી એક કાર્યવાહીઓ શરૂ કરી છે જેને લઈ ફફડાટ વ્યાપ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here