મૂળ સિહોરના તુષાર પટેલ એમના પિતાશ્રી જયસુખભાઈ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હતા એમના મમ્મી માયાબેન સીવણ કામ કરીને તુષારને અભ્યાસ કરાવ્યો
એક હોટલમાં સામાન્ય વેઇટરની નોકરી કરનાર હાલ તુષાર પટેલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હોટલ સાથે મીઠાઈની મીની ફેકટરી ચલાવે છે, તુષાર પટેલ ૧૯ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાપી થયા છે
મિલન કુવાડિયા
માણસ જન્મે ક્યાં છે અને તકદીર સાથે નસીબ ક્યાં લઈ જાય છે સિહોરના મોટાચોક ઠાકરદ્વારા મંદિર પાસે રહેતા અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા જયસુખભાઈ પટેલ અને માયાબેન પટેલના પુત્ર તુષારે ઓસ્ટ્રેલિયાના સિડની સહિતના મોટા શહેરોમાં કાઠિયાવાડી હોટલો બનાવીને ધૂમ મચાવી દીધી છે સામાન્ય પરિવારમાં જન્મેલા તુષાર પટેલ કહે છે તે ઓસ્ટ્રેલિયા છેલ્લા ૧૯ વર્ષથી સ્થાપી થયા છે તુષાર પટેલ કહે છે.
અહીં આવ્યો ત્યારે ખાવા કે જમવાના પણ સાંસા હતા એક રેસ્ટોરન્ટમાં સામાન્ય વેઇટરની નોકરી કરીને દિવસો ગુજાર્યા છે વેઇટરની નોકરી કરીને હાલ કેટલાક મોટા શહેરમાં હોટલ માલિક સાથે ફેકટરી માલિક બનેલા મૂળ સિહોરના તુષાર પટેલે સિડનીમાં ફેકટરી મીઠાઈની બનાવીને બ્રિસબેન એડીલેટ સહિત મોટા શહેરોમાં સપ્લાય કરે છે સિહોરના શહેરના પેંડા વિશ્વ પ્રસિદ્ધ છે ત્યારે સિહોરના યુવાને પણ ઓસ્ટ્રેલિયા માં મીઠાઈ અને ગુજરાતી ભોજનનો ધંધો જમાવ્યો છે. મૂળ જુના સિહોરમાં રહેતા તુષાર જયસુખલાલ પટેલ જેના પિતા ભાવનગર પોસ્ટ ઓફીસ માં કામ કરતા હતા.
તુષાર 12 માં ધોરણ માં હતો ત્યારે જ તેના ફઈ ફુવા એ અમદાવાદ લઈ જઈને ઓસ્ટ્રેલિયા જવા માટેની પ્રોસેસ પરીક્ષા ની તૈયારીઓ કરાવી ને ઓસ્ટ્રેલિયા મોકલી આપ્યો હતો. ત્યાં પહેલાથી જ રેસ્ટોરન્ટ માં જઈને કામે લાગ્યો હતો. અલગ અલગ રાજ્યોમાં નોકરીઓ કરીને સૌ પ્રથમ ૨૦૦૭ ની સાલમાં પહેલું ગુજરાતી રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. ત્યાર બાદ ધીમે ધીમે મહેનત કરીને અને મીઠાઈના નિપુર્ણ શેફ મિત્ર ની સાથે ભાગીદારી કરીને મીઠાઈ નું હોલસેલ માં બનાવનું શરૂ કર્યું.ત્યાર બાદ સિડની જેવા ચાર પાંચ રાજ્યોમાં પોતાનો મીઠાઈ નો કારોબાર જમાવીને સિહોરની મીઠાઈ ની મીઠાશ ત્યાં પણ પાથરી છે એટલે સુધી કે તુષાર પટેલની હોટલમાં સેલિબ્રિટીઓ પણ મુલાકાત લે છે ખાસ કરીને એમની કાર નંબર પણ સિહોરને લગતો સિલેકટ કર્યો છે.