સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવાયેલ કાયદાઓના સમર્થનમાં મહારેલી અને અને તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે

પોલીસ ચુસ્ત બંદોબસ્ત જાળવશે, સમી સાંજે સુધીમાં રેલીની તમામ તૈયારીઓનો આખરી ઓપ, પોલીસ દ્વારા શાંતિસમિતી બેઠક બોલાવાય

બ્રિજેશ ગૌસ્વામી
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ સીટીઝન એમેન્ડમેન્ટ બીલના સમર્થનમાં આવતીકાલે રવિવારે સિહોર ખાતે રેલી અને તિરંગા યાત્રાનું આયોજન થયું છે ભારતીય સંવિધાન સમર્થક સમિતિના બેનર હેઠળ સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવાયેલ કાયદાઓના સમર્થનમાં મહારેલી અને ભવ્ય તિરંગા યાત્રા આવતીકાલે રવિવારે સિહોર શહેરના રાજમાર્ગો પર ફરશે રાષ્ટ્રની સુરક્ષા, સલામતી, રાષ્ટ્રવાદ સાથે ભારત માતાની આન, બાન, શાનની રક્ષા માટે સમગ્ર રાષ્ટ્ર સી.એ.એ.ના સમર્થનમાં આગળ આવી રહ્યું છે જેને સિહોર શહેરની વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા પર સમર્થન જાહેર કરાયુ છે.

સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડથી બપોરના ૨.૩૦ કલાકે પ્રસ્થાન થનાર પ્રચંડ રેલીમાં અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે યાત્રા ક્રિકેટ ગ્રાઉન્ડથી પ્રસ્થાન બાદ રેલી યાત્રા સ્ટેશન રોડ, વડલાચોક, મેઈન બજાર, મોટાચોક, કંસારા બજાર, સુરકાના દરવાજા થઈ મુક્તેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સમાપન થશે રેલીમાં સ્વયંભૂ લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે સાથે રવિવાર રજાનો દિવસ હોવાથી બપોરના ૨.૩૦ થી ૫.૩૦ સુધી સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ પાળવા પણ ભારતીય સંવિધાન સમર્થક સમિતિના આયોજકો દ્વારા વિન્નતી કરવામાં આવી છે.

રેલી અને તિરંગા યાત્રામાં સંતો મહંતો પણ મોટી સંખ્યામાં જોડાશે રેલીને સફળ બનાવવા સમી સાંજે તમામ તૈયારીઓનો આખરીઓપ અપાયો છે પોલીસ તંત્ર દ્વારા પણ શાંતિ સમિતિ બેઠક બોલાવાઈ હતી આયોજકો દ્વારા ઠેર ઠેર ધજા પતાકડા બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે સમગ્ર સિહોરની જનતાને રેલી અને તિરંગા યાત્રામાં પધારવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here