રોકડ રૂ. ૧૧,૪૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડાયા, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાડકી

હરીશ પવાર
ભાવનગર જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે આજરોજ ભાવનગર એલસીબી સ્ટાફ સિહોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે સિહોર સરકારી હોસ્પીટલના ગેટ પાસે વરર્લી મટકાનો હારજીતનો જુગાર રમાડે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦ર ઇસમો જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી વરલી મટકાના સાહિત્ય સાથે મળી આવતા (૧) ભરતભાઇ ઉકાભાઇ મકવાણા ઉવ.૪૫ રહે. શિહોર (ર) સીરાજ અહમદભાઇ આરબ ઉવ.૩૨ રહે. શિહોર વાળાને વરલી મટકાના સાહિત્ય ચિઠ્ઠી નંગ-૦૩ બોલપેન નંગ-૦૨ રોકડ રૂપિયા ૧૧,૦૦૦/- મોબાઇલ નંબગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ. ૧૨,૪૦૦/- સાથે મળી આવતા જુગારઘારા કલમ-૧૨ (અ) મુજબનો ગુન્હો સિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફનાં તથા હેડક કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ.જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહિલએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here