દર વર્ષ માફક આ વર્ષે પણ અનેકવિધ કાર્યક્રમો યોજાશે, શનિવારે ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ સાથે સંસ્થાના અનેક બાળકોને ઇનામોથી નવાજવામાં આવશે

દેબરાજ બુધેલીયા
સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ખાતે શાળાનો વાર્ષિકોત્સવ ‘વિદ્યા રંગોત્સવ-૨૦૨૦’ તા:-૨૨/૦૨/૨૦૨૦ ને શનિવારે સાંજે ૬:૦૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં સ્કૂલના ૪૦૫ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્રારા વિવિધ ૧૫ કૃતિઓ રજૂ કરવામાં આવશે. કલા, લય, તાલ સાથે સંગીતમય સંસ્કૃતિના સૂર સાગરમાં રસ તરબોળ થઇ ‘વિદ્યા રંગોત્સવ-૨૦૨૦’ના ભાતીગળ રંગોથી રંગાશે.

શૈક્ષણિક વર્ષ -૨૦૧૯/૨૦ માં કોઈને કોઈ શ્રેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ૮૭ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ કાર્યક્રમને નિહાળવા શિહોર શહેરની જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવાર તડામાર તૈયારી કરી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here