છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલનો લેંડલાઈન નં બંધ હતો ગઈકાલ શંખનાદે અહેવાલ છાપ્યો આજે ફરી ૨૨૨૦૬૩ રણકવા લાગ્યો, ઉચ્ચ અધિકારીઓના આદેશ પગલે લેંડલાઈનમાં ફરી પ્રાણ પુરાયા


હરેશ પવાર

છેલ્લા ઘણા સમયથી સિહોર સરકારી દવાખાનાનો ટેલિફોન બંધ હાલતમાં ધુડ ખાઈ રહ્યો હતો. લોકોને ઇમરજન્સી માં કામ પડે ત્યારે ફોન લાગે નહિ અને તેની રિંગ ટેલિફોન એક્સચેન્જમાં વાગ્યા કરતી. આ વાત શંખનાદ સંસ્થાના જાગૃત વડીલ પત્રકાર હરીશ પવારને ધ્યાને આવતા તેમને તાત્કાલિક ધોરણે વિગતો મેળવી તથ્ય જાણીને અહેવાલ ને ગઈકાલના શંખનાદમાં પ્રસિદ્ધ કરતા આજે તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો હતો.

શંખનાદની ઇમપેક્ટ આજે ફરી દેખાઈ હતી. લોકોના અવાજને તંત્રના બહેરા કાને પહોંચાડવા શંખનાદ હરહંમેશ સફળ રહ્યું છે અને સિહોરની સરકારી હોસ્પિટલ લેંડલાઈનમાં નંબરમાં ફરી પ્રાણ પુરાયા છે અને ફરી રાબેતા મુજબ સેવા શરૂ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here