ગતરાત્રીના બાળકોના જગડામાં વાત વણસી અને બે જુથ વચ્ચે સશસ્ત્ર મારમારી થઈ, બન્ને પક્ષે પાંચ પાંચ સામે પોલીસમાં ફરીયાદ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની શાકમાર્કેટમાં ગતરાત્રીના બાળકોની સામાન્ય વાતમાં બોલાચાલી અંગે ઠપકો આપવા જતાં બિચકેલા મામલામાં બે જુથ વચ્ચે સર્જાયેલી લોહિયાળ મારમારીમાં ૫ જેટલા લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, આ અંગે બન્ને પક્ષે નોંધાવાયેલી ફરિયાદના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.

સિહોર નગરપાલિકા પાસે આવેલી શાક માર્કેટમાં મોડીરાત્રે ૮ વાગ્યા આજુબાજુ સર્જાયેલી મારમારી અંગે પ્રથમ પક્ષે અબ્બસભાઇ હારૂનભાઇ સૈયદ (રે. શિવશકિત સોસા. સિહોર)એ આજ વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા રજાક ઇસુબભાઇ રાંધનપરા, ઇરફાન ઇસુબભાઇ રાંધનપરા, સતાર ઇબ્રાહિમ અને ઇસુબ ઇબ્રાહિમ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે ઉપરોકત શખ્સોના છોકરાવ સાથે પોતાના ભાઇના પુત્રને થયેલી બોલાચાલી અંગે ઠપકો આપવા જતાં તમામે ઉશ્કેરાઇ જઇ તલવાર સહિતના ઘાતક હથિયારો વડે પોતાના ભાઇ રાજકભાઇ, પિતા તેમજ પોતાના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જયારે સામા પક્ષે હસનભાઇ ઇસુબભાઇ રાધનપરાએ અબ્બાસ હારૂનભાઇ સૈયદ, ફિરોજ અહમદ સૈયદ, હારૂન, ઇલીયાસ મહમદ અને સાજીદ અબુભાઇ સૈયદ વિરૂધ્ધ છોકરાઓ વચ્ચેની બોલાચાલીની દાઝે રાખી ઉશ્કેરાઇ જઇ ઘાતક હથિયારો વડે હત્પમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતાં. બન્ને પક્ષે નોંધાવાયેલી ફરિયાદના પગલે સિહોર પોલીસે ૩૦૭ અને રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે બનાવને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here