અધુરી કામગીરી કરાયાં બાદ અવાર નવાર વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે : તંત્ર દ્વારા સત્વરે પુરાણ કરવાની માંગ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર પાસે રોડ પર થોડા સમય અગાઉ તંત્ર દ્વારા પાણીના વાલ નાખવાની કામગીરીમાં ખોદાણ કરીને ખાડો કરવામાં આવ્યો હતો જોકે વાલની કામગીરી પૂર્ણ કરવામાં આવી પરંતું ખાડાનું પુરાણ કામ કરવામાં નહીં આવતાં અવર જવર કરતાં વાહનચાલકો અને સ્થાનિક રહિશો માટે જોખમી સાથે આફતરૂપ બન્યો છે જે બાબતે અગાઉ રજૂઆતો પણ થઈ છે છતાં તંત્ર દ્વારા યોગ્ય કરવામાં નથી આવતું.

મસમોટો ઉંડો ખાડો કરીને અધુરુ કામ મુકી દેવામાં આવતાં અવાર નવાર વાહનચાલકોને તેનો ભોગ બનવું પડે છે. થોડા દિવસ અગાઉ જ એક કાર અને એક બાઈક ચાલક પણ ખાડામાં ખાબક્યો હતો જેના પગલે ચાલકને નાની મોટી ઇજાઓ પણ થવા પામી છે. આમ સ્થાનિક રહિશો દ્વારા આ ખાડાને પુરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે. સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here