વિજય વ્યાસ સહિત નગરપાલિકા તંત્રનો કાફલો અચાનક બજારોમાં મેદાને પડ્યો, અખાદ્ય ચીજ વસ્તુ સહિત પ્લાસ્ટિક ઝબલાનું સઘન ચેકીંગ હાથ ધર્યું

કસૂરવારો પાસે તંત્રએ દંડ વસૂલ્યો, તંત્રએ ફરસાણની દુકાનો ચા ની કિટલીઓ તેમજ લારીઓ પર ચેકીંગ કરી પ્લાસ્ટિક જપ્ત કર્યું

હરીશ પવાર
સિહોર નગરપાલિકા તંત્ર અને વિજય વ્યાસ અને ટિમ દ્વારા શહેરમા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને અખાદ્ય ચીજવસ્તુઓ સામે તવાઈ બોલાવી છે સડેલા શાકભાજી પ્લાસ્ટિક ઝબલા અખાદ્ય ચીજવસ્તુઓ સામે ચેકીંગ હાથ ધરીને લોકોના આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓ સામે કાર્યવાહી હાથ ધરી છે સિહોર નગર પાલિકા ટીમના વિજય વ્યાસ, પ્રીતેશ વાળા, જય મકવાણા, સુનિલ ગોહિલ, બિપિનભાઈ તેમજ લખમણભાઈ સહિત સ્ટાફ અને ટિમ દ્વારા અખાદ્ય ખોરાક ફરસાણ શાકભાજી અને હલકી પ્લાસ્ટીક ગુણવત્તાવાળા ઝબલા રેડ કરીને વેપારીઓ ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે.

.પાલિકા તંત્રએ આજે સમી સાંજે વડલાચોક પેટ્રોલપંપ સહિત વિસ્તારોમાં ડ્રાઈવ કરી હતી. જેમાં લારી ગલ્લા તેમજ ફરસાણ અને ચા કીટલીઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું આ વેળાએ પાલિકાએ વેપારીઓને દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પકડી પાડી તેને જપ્ત કર્યો હતો. આ ચેકીંગ ડ્રાઈવમાં પાલિકાની ટીમે દંડ વસુલ કર્યો હતો સિહોર નગરપાલિકા દ્વારા દરોડા પાડીને હલકું પ્લાસ્ટિક વાપરતાં દુકાનદારો પર તવાઈ કરવામાં આવી હતી આવું પ્લાસ્ટિક પશુ માટે હાનિકારક છે.

૫૧ માઈક્રો ઓછું પ્લાસ્ટીક વાપરતા વેપારીઓ પર ધોસ બોલાવી હતી. પ્રતિબંધ હોવાના કારણે સિહોર નગરપાલિકા દ્વારા મુખ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી સેનેટરી વિભાગના સ્ટાફ સાથે દુકાનોમાં દરોડા પાડી પ્લાસ્ટિક ઝબલા, ચાની પ્યાલી, ગ્લાસ વગેરે જપ્ત કર્યા હતા ૫૧ માઈક્રોથી ઓછું પ્લાસ્ટીક વાપરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here