વડીયા ગામે ડેંગ્યુએ દેખા દેતા આરોગ્ય વિભાગ હરક્તમાં આરોગ્ય શિક્ષણ, પોરાનાશક કામગીરી, ફોંગીગ કામગીરી શરૂ,

જીલ્લા મેલેરિયા અધિકારી તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્રારા માર્ગદર્શન અપાયું, પ્રા.આ.કેન્દ્ર ઉસરડના મેડીકલ ઓફિસર,સુપરવાઈઝર આરોગ્ય કર્મચારી દ્રારા સવેઁલન્સ કામગીરી કરાઈ

હરેશ પવાર
સિહોર તાલુકાના વડીયા ગામે ડેગ્યુ કેસ જોવા મળતા જ આજે પ્રા.આ.કેન્દ્ર ઉસરડ ની ટીમ દ્રારા પગલા લેવાયા છે અને તંત્ર હરક્તમ આવ્યું છે આરોગ્ય કર્મચારી દ્રારા સધન પગલા લેવાયા-ધેર-ધેર મુલાકાતો લઈને આરોગ્ય કર્મચારી આશા બહેનો દ્રારા એબેટ કામગીરી -આરોગ્ય શિક્ષણ અપાયું. આ કામગીરી માં તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત- કરણસિંહ હાડા તેમજ જીલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી.બોરીયા દ્રારા સવેઁલન્સ એક તેમજ પ્રા.શાળા ખાતે મચ્છર જન્ય રોગ અટકાયતી પગલાંની વિગતની સમજણ આપી હતી.

ડેંગ્યુ ના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મુકે છે.પાણીના ટાંકો,ટાંકી,માટલા,અવેડા,કુંડી,પીવાના-વાપરવાના પાત્રો ,ચકલાનાં કુડા તમામ ને ઢાંકીને રાખવા દર અઠવાડિયે પાત્રો સાફ કરવાની સમજણ અપાઈ હતી.આ કામગીરી ને સફળ ભનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી,મેડીકલ ઓફિસર ડો.દશઁનભાઈ તથા ટીમના સભ્યો કેતનભાઈ બોરીયા,જે.ડી.ગોહિલ, રાહુલભાઈ સોલંકી, ભગિરથસિંહ પરમાર, કેવલભાઈ ગોહિલ,શિરીશભાઈ જાની,જલ્પાબેન રમણા,આશા પૂષ્યાબેન સોલંકી દ્રારા જહેમત ઉઠાવાાઈ રહી છે. લોકો આરોગ્ય ના મુદ્દે જાગૃત થાય આરોગ્ય શિક્ષણનો વ્યાપ વધે.લોક સહયોગ થી રોગચાળા ને નાથીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here