દીપશંગભાઇએ કહ્યું કેટલાક માથાભારે તત્વોએ મારા પુત્ર હર્ષદીપ પર હુમલો કર્યો શર્ટ પણ ફાડી નાખ્યો, બાબત ગંભીર છે, સમગ્ર ઘટના રાજકીય અદાવત હોવાનું કહેવાય છે,બનાવને લઈ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ, હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસની કવાયત

શંખનાદ કાર્યાલય
સિહોરના નગરપાલિકા પૂર્વ પ્રમુખ દીપશંગભાઈ રાઠોડના પુત્ર હર્ષદીપ રાઠોડ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કરતા રાજકીય વર્તુળોમાં ભારે મચી છે સિહોર શહેર નગરપાલિકાના નગરસેવક પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીપશંગભાઈ રાઠોડ જે એડ્વોકેટ છે અને હાલ નગરસેવક તરીકે વોર્ડ નં ૫ વિસ્તારમાંથી ચૂંટાયા છે સુત્રોનું કહેવું છે કે દીપશંગભાઈ નો પુત્ર હર્ષદીપ પર અજાણ્યા શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યો છે ગઈકાલે ભાવનગર રોડ પર આવેલ મીના પાસે ઘટના બની છે બનાવની હકીકત પ્રાથમિક જાણવા મળ્યા.

મુજબ કેટલાક અજાણ્યા શખ્સો હુંડાઈ કારમાં આવ્યા હતા સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે હુમલાખોરો દારૂના નશાની હાલતમાં હોવાનું કહેવાય છે અને જેમની પાસે નંબર પ્લેટ વગરની કાર હતી બનાવને લઈ સ્થાનિક લોકોના ટોળા એકઠા થતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા અને દીપશંગભાઈનો પુત્ર હર્ષદિપના કપડાં ફાડી નાખીને હીંચકારા હુમલાનો પ્રયાસ કરાયો છે જ્યારે બનાવ જૂની રાજકીય અદાવતના કારણકે હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે બનાવ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પોહચ્યો છે.

હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસની ગતિવિધિ તેજ સાથે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે જ્યારે આ મામલે મીડિયાએ આ ઘટના અંગે દીપશંગભાઈનો સંપર્ક સાંધ્યો હતો જેમણે ઘટના સમર્થન આપ્યું હતું પોતાના સંતાન હર્ષદીપ પર કેટલાક શખ્સો હુમલો કરવાની કોશીશ કરી હતી તેવું જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે આ હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો બાબત શુ છે તે પોલીસે તપાસ કરવી જોઈએ અને મને પોલીસ તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે તે આ ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરીને સમગ્ર હકીકત બહાર લાવશે તેવું દીપાભાઈએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here