વરોળીયા ડુંગરમાં હારજીતની બાજી મંડાઈ હતી ત્યાં જ મહિલા ઇન્ચાર્જ પીઆઇ પરમાર અને કાફલો ત્રાટક્યો, કાર રીક્ષા ૩ બાઈક રોકડ સહિતનો લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે લેવાયો

હરેશ પવાર
સિહોર તાલુકાના જુના જાળીયા ગામે વરોળીયા ડુંગરમાં ચાલતા જુગારધામ ફર પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ૧૧ ને જુગાર રમતા ઝડપી પાડી રોકડ,કાર,રિક્ષા,૩ બાઈક,રોકડ સહિત લાખ્ખોનો મુદ્દામાલ કબજે લીધો હતો. સિહોરના નાના જાળીયા ગામની સીમમાં જુગારની બાજી માંડી બેઠેલી ભાવનગરની ર મહિલા સહિત ૧૧ શખ્સોને પોલસે રોકડા રૂપિયા ૪૭,૬૦૦ અને ૪ લાખના વાહનો મળી કુલ રૂપિયા ૪,૪૭,૬૦૦ના મુદ્દામાલ સાથે સિહોર પોલીસે ઝડપી લીધા હતા.

નાના જાળીયા ગામની સીમમા જુગાર રમાતો હોવાની સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે ત્રાટકી જુગાર રમવામા, મશગુલ ફરિદાબેન બરકતઅલી લીબડીયા, મુમતાઝબેન બરકતઅલી લીબડીયા (રે, બન્ને તળાજા જકાતનાકા, ભાવ.) હરપાલસિંહ જીતુભા ગોહિલ (રે, ભોજપરા, જિ.ભાવ.), સલીમ મજીદ સિપાઇ (રે. ભરતનગર ભાવ.) સીરાજ હત્પસેન મુસાણી (રે. ભરતનગર ભાવ.) ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડીયા (રે, ચિત્રા, ભાવ.), મુકેશ પુના ડાભી (રે. નિર્મળનગર, ભાવ.), રણજીતસિંહ હકુભા ગોહલ (રે. ભોજપરી, ભાવ.), બાબુ પરબશોત્તમ મકવાણા (રે. લાલટાંકી, ભાવ.) મુકેશ રવજી ચૌહાણ (રે. મફતનગર, ચિત્રા, ભાવ.) અને પ્રદિપસિંહ કિશોરસિંહ ચુડાસમા (રે. દેસાઇનગર, ભાવ.)ને રોકડા રૂપિયા ૪૭,૬૦૦ અને વાહનો મળી કુલ રૂપિયા ૪,૪૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here