દર વર્ષ માફક આ વર્ષે પણ અનેકવિધ કાર્યક્રમો યોજાશે, આવતીકાલે શનિવારે ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ સાથે સંસ્થાના અનેક બાળકોને ઇનામોથી નવાજવામાં આવશે

શંખનાદ પ્રસારણ સેવા ચેનલ પર આવતીકાલે સાંજે ૬ કલાકથી સમગ્ર કાર્યક્રમનું લાઈવ જીવંત પ્રસારણ થશે, સમી સાંજે રિહર્સલ યોજાયું

સલીમ બરફવાળા
સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ખાતે શાળાનો વાર્ષિકોત્સવ ‘વિદ્યા રંગોત્સવ-૨૦૨૦’ આવતીકાલે તા:-૨૨/૦૨/૨૦૨૦ ને શનિવારે સાંજે ૬:૦૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં સ્કૂલના ૪૦૫ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્રારા વિવિધ ૧૫ કૃતિઓ રજૂ કરવામાં આવશે. કલા, લય, તાલ સાથે સંગીતમય સંસ્કૃતિના સૂર સાગરમાં રસ તરબોળ થઇ ‘વિદ્યા રંગોત્સવ-૨૦૨૦’ના ભાતીગળ રંગોથી રંગાશે. શૈક્ષણિક વર્ષ -૨૦૧૯/૨૦ માં કોઈને કોઈ શ્રેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ૮૭ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ કાર્યક્રમને નિહાળવા સિહોર શહેરની જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવાર તડામાર તૈયારી કરી રહ્યું છે અને સમગ્ર કાર્યક્રમ તૈયારીઓનો આખરી ઓપ અપાયો છે પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે શંખનાદ પ્રસારણ સેવા ચેનલ પર આવતીકાલે સાંજે ૬ કલાકથી સમગ્ર કાર્યક્રમનું લાઈવ જીવંત પ્રસારણ પણ થશે સમી સાંજે આવતીકાલ કાર્યક્રમ માટે રિહર્સલ પણ જબરદસ્ત રીતે યોજાયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here