આજે એકવીસમી સદીમાં પણ કામદારો ગટરમાં ઉતરવા મજબુર છે, સિહોર કામદારની તસ્વીર..વિકસિત ગતિશીલ ગુજરાતને સમર્પિત

હરેશ પવાર
ગતિશીલ ગુજરાત મોડેલને રજૂ કરનારાઓને શરમ આવે તેવી ગતિશીલ ગુજરાતની છબી અહીં જોવા મળી રહી છે આમતો ગુજરાત મોડેલની વાતો કરતા નેતાઓ થાકતા નથી પરંતુ સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં રોજે સૂરજ ઉગેને ગટરોના પાણી ઉભરાતા જોવા મળે છે તે વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાગો હાંકતા નેતાઓએ એકવાર ડોક્યુ કરવાની જરૂર છે આજે આઝાદીના ૭૨ વર્ષ પછી પણ સફાઈ કામદારોને ગટરમાં ઉતરવા મજબુર થવું પડે છે.

જે ઉપરોક્ત તસ્વીર ગતિશીલ ગુજરાતની ગુલબાગો હાંકતા નેતાઓને સમર્પિત છે ખેર..મુદ્દાની વાત કરીએ તો સુરકાના દરવાજા વિસ્તારમાં સવાર પડે અને શહેરના લોકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે અને મહા મુસીબતે અહીંથી લોકોને પસાર થવું પડે છે જોકે આજે નગરપાલિકા નગરસેવક હિરલબેન બુધેલીયા અશ્વિન બુઢનપરા, રજ્જાક સોલંકી, સામાજિક કાર્યકર હરેશ પવારની રજૂઆતોને લઈ તાકીદે તંત્રએ કામગીરી કરી હતી ગટરના પાણી બંધ કર્યા હતા અને કહેવાઈ છે કે ગટર ઉભરાવવાનું હવેથી બંધ થશે હવે કારણકે તંત્ર અને અધિકારીઓની મહેનતના કારણે અહીં નવી લાઈનમાં જોડાણ અપાયું છે.

જેથી હવે અહીં કાયમિક માટે ગટર ઉભરાવવાનો પ્રશ્ન હલ થયો છે ત્યારે લોકોને રાહત થશે એ ચોક્કસ છે પરંતુ ગટરો માટેના કરોડો રૂપિયાના સરકાર દવારા જેટિંગો ફાળવાયા છે છતાં પણ કામદારોને ગટરના કામકાજ સાફ સફાઈ માટે ગટરોમાં પડવું પડે છે તે ખરેખર કમનસીબી છે અગાઉ રાજ્યમાં ગટરોમા પડી જવાથી અનેક કામદારોના મૃત્યુ પણ થયા છે ત્યારે ઉપરોકત તસવીર સામે અનેક સવાલો ઉઠે છે પરંતુ જવાબો મળતા નથી અને સત્તામાં બેઠેલા લોકો માત્ર મતોનું રાજકારણ કરીને તમાશો જુવે છે..ખેર..
હે ઈશ્વર કામદારોની રક્ષા તું કરજે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here