હજુ બે દિવસ પહેલા એલસીબીએ ભરત અને સીરાજને વરલી મટકા જુગારમાં જ ઝડપયા હતા, આજે સિહોર પોલીસના હાથે ભાવનગર વાળો હરદેવ પરમાર ઝડપાયો

હરેશ પવાર
સિહોર શહેરમાં હજુ બે દિવસ પહેલા વરલી મટકા જુગાર રમાડતા એલસીબીના હાથે ભરત અને સીરાજ બન્ને ઝડપાયા હતા ત્યાં આજે ફરી સિહોર પોલીસના હાથે વરલી મટકા જુગારમાં હરદેવ ઝડપાયો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી સિહોર પો.સ્ટે.ના ઈ.પો.ઈન્સ. જે.બી.પરમાર સાહેબની સૂચનાથી પો.હેડ કોન્સ આર.એન.ગોહિલ તથા પો.સ્ટે પેટ્રોલિંગ માં હતા દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે પ્રગટનાથ ના મંદિર સામે પાનમાવાની દુકાન પાછળ એક ઈસમ વરલી મટકા નો વેપાર લઈ જુગાર રમે છે.

જૈથી સદરહુ રેઈડ કરતા હરદેવભાઈ કિશનભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે. કાળીયાબીડ ભાવનગર વાળા પાસેથી રોકડ રૂપિયા.૧૨૫૭૦/- તથા ચીઠ્ઠી નંગ-૧ કી.રૂ.૦૦ તથા બોલપેન કિ.૦૦મળી કુ.કી.૧૨૫૭૦/-ના મુદ્દા માલ સાથે પકડી પાડી યોગ્ય કાયઁવાહી કરેલ છે. આ કામગીરી માં સિહોર પો.સ્ટે ના ઈ.પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી.પરમાર સા.ની સુચનાથી આર.એન.ગોહિલ,એ.એલ.ગોહિલ, આઈ.બી.ઝાલા,અશોકસિહ ગોહિલ, રામદેવસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here