સિહોર વિદ્યામંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા મુલાકાત લીધી

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોરમાં અભ્યાસ કરતા ધોરણ – ૧૧ નાં વિદ્યાર્થીઓને શિક્ષણનાં એક ભાગ રૂપે બુધવારનાં રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા – ભાવનગર ખાતે આયોજીત “અનોખું ઉડાન અમારૂં” નામથી ૮મું વિશિષ્ટ પ્રદર્શન અંધ ઉદ્યોગ શાળા – ભાવનગરનાં પટ આંગણમાં આયોજીત થયુ હતું.

આ પ્રદર્શનમાં અંધ વિદ્યાર્થીઓ દ્વારા મધુર સંગીત ગાવામાં આવ્યુ, ભણવાની વિવિધ પદ્ધતિઓ જણાવવામાં આવી, સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા, યોગાસનો, ગૃહઉદ્યોગની વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ, લાઈબ્રેરી, કૉમ્પ્યુટર ઍજ્યુકેશન, વિજ્ઞાનનાં નિયમો યાદ રાખવાની વિવિધ પદ્ધતિઓ, બ્રેલ લીપિ દ્વારા વાંચન, ઈલેકટ્રીક વસ્તુઓનું રીપેરીંગ વગેરે જેવા અનેક ઝોનોની આ વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.

અંધ વિદ્યાર્થીમાં છૂપાયેલ સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અંધ ઉદ્યોગ શાળા – ભાવનગર દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે તે ખુબ જ સરાહનીય છે. આ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓને તગડી ગામે આવેલ પારલેજીની કંપની મુલાકાત કરાવવામાં આવી. ત્યા વિદ્યાર્થીઓએ પારલે કંપની જે પણ વસ્તુ બનાવે છે તેના વિશે પ્રોજેક્ટર દ્વારા માહિતી મેળવી. આ કંપનીમાં ચૉકલેટ કઈ રીતે બને છે. તેના વિશે માહીતી આપી લાઈવ બનતી અને પેકિંગ થતી ચૉકલેટો નીહાળવાનો એક લાવો મળ્યો. આ કંપનીમાં દરેક વિદ્યાર્થીને પારલે બિસ્કીટ તેમજ કિસમી ચોકલેટ આપવામાં આવી.

ત્યારબાદ વિદ્યાર્થીઓને કોળીયક દરીયાકિનારે આવેલ નિષ્કલંક મહાદેવનાં દર્શન કરાવવામાં આવ્યા. ત્યા વિદ્યાર્થીઓ કુદરતી વાતાવરણમાં વિવિધ રમતો રમ્યા અને ભોજન કરી શાળાએ પરત આવ્યા. આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓને વિભિન્ન માહિતી મળી હતી. આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here