સિહોરના અમીન સોડા ખાતે સુરોનો બાદશાહ રફીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ, સોમવારે જબરદસ્ત આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
દેશ અને દુનિયામાં સુરીલા કંઠનો બાદશાહ રફીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સોમવારના રોજ સિહોર ખાતે યોજાશે સિહોરના અમીન સોડા વાળા ઉસ્માનભાઈ અને પરિવાર ગાયક અને સુરીલા કંઠનો બાદશાહ રફીના ખૂબ ચાહક છે અગાઉ પણ રફીના અનેક કાર્યક્રમ અમીન સોડા ઉસ્માનભાઈ અને પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આવતા સોમવારે એટલે કે પરમ દિવસે તા ૨૪.૨.૨૦૨૦ ના રોજ “અહેસાસ એ રફી” કાર્યક્રમનું આયોજન કરાયું છે.

હિન્દી ફિલ્મ સંગીતમાં મોહમ્મદ રફીના યોગદાન અને મહત્વ અંગે માહિતી આપવાની કોઇ જરૂર નથી. સંગીત જગતમાં રફીનું નામ ખુબ ગર્વ સાથે લેવામાં આવે છે. ચોક્કસપણે રફી આજે આપડી વચ્ચે નથી પરંતુ તેમનો અમર અવાજ તેમની હમેંશા યાદ અપાવતી રહેશે. રફીનો અવાજ માત્ર અવાજ ન હતો બલ્કે એક જાદુ હતો. જે ચાહકોના દિલોદિમાગ પર આજે પણ છવાયેલો છે. રફીએ દરેક ગીતો ખૂબ કુશળ રીતે ગાવ્યા છે.

તેમના દરેક ગીતનો એક અલગ અંદાજ છે. આજે પણ કેટલાક જોશીલા અંદાજ દર્દભર્યા ગીતોને લાખ્ખો ચાહકો આજે પણ સન્માન આપે છે ત્યારે આ કાર્યક્રમમાં ખાસ રફી ચાહક રાજસ્થાનના ગંગાનગરના વતની કપિલ કાલરા ઉપસ્થિત રહેવાના છે તેમજ તેમનું સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.

જ્યારે કાર્યક્રમમાં રફી કંઠના બાદશાહ મુકેશભાઈ જાની, દર્શનાબેન, અહેમદભાઈ, જે એલ દવે સહિતના કલાકારો ગીતો રજૂ કરશે સાથે સાથે કાર્યક્રમમાં યુવા કલાકારો પણ રફીના અવાજમાં ઉપસ્થિત સૌ કોઈને ડોલાવશે કાર્યક્રમમાં શહેરના મુખ્ય અગ્રણી આગેવાનો અધિકારીઓ રાજકીય પદાઅધિકારીઓને આમંત્રિત કરાયા છે સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે કાર્યક્રમ અમીન સોડા ગ્રાઉન્ડમાં યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here