સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ ખાતે દીપમાલા કાર્યક્રમ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના 800 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક તરીકે ઓળખાતું પવિત્ર સ્થાન ગણાતું બ્રહ્મકુંડનો ખૂબ જુનો ઇતિહાસ રહ્યો છે. આ ઇતિહાસને જીવિત રાખવા અને આ કુંડની માવજત પુરાતત્ત્વની છે. પરંતુ આ બ્રહ્મકુંડની હાલમાં અશોકભાઈ અને અનિલભાઈ મહેતા સહિતના સેવાભાવીઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે બ્રહ્મકુંડ ખાતે દીપમાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   ભાવનગરના રાજવી પરિવારો, શહેરીજનો, સ્થાનિકો, આગેવાનો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિતમાં દર મહિનાના અમાસના દિવસે બ્રહ્મકુંડ ખાતે દીપમાલા કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ગત સમી સાંજે દીપશંગભાઈ રાઠોડ, નાનુભાઈ ડાખરા, મહિલા પોલીસ અધિકારી જે.બી પરમાર, હરીશ પવાર, રૂપબેન પવાર, હિરલભાઈ દવે સહિત આ દીપમાલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here