સિહોરની મેઈન બજાર સહિત જાહેર સ્થળો પર ગઠિયાઓનો આંતક છે, મોબાઈલ અને પાકીટ ચોરો થયા સક્રિય, પોલીસ પેટ્રોલિંગ કરે તે જરૂરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની મેઈન બજાર અને અનેક જાહેર સ્થળો પર ગઠિયા એન્ડ કંપની સક્રિય થઈ છે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો અસુરક્ષીત હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગઠિયા ગેંગ સક્રિય થઈ છે લોકો અવાર નવાર તસ્કરોનો ભોગ બનવું પડે છે. પોલીસ ચોકી બનાવવાની વાતો વચ્ચે હજુ સુધી તંત્ર દ્વારા કોઇ જ નિર્ણય લેવામાં નહીં આવતાં હાલમાં ડેપોના મુસાફરો રામ ભરોસે મુસાફરી કરી રહ્યાં છે છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવો બનવા પામી રહ્યા છે લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી છે ત્યારે ગઠિયા ગેંગના સક્રિયતાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here