સિહોર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત હિન્દૂ સમાજના યોજાયેલ સમૂહલગ્ન સમારોહમાં ૩૧ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા

દેવરાજ બુધેલીયા
સિહોર રાજકોટ રોડ રેસ્ટ હાઇસ સામેના ગ્રાઉન્ડમાં આજે સમસ્ત હિન્દૂ સમાજના સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં ૩૧ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને નવું જીવન શરૂ કર્યું છે સિહોર કોળી સમાજના આગેવાન મુકેશભાઈ તેમજ ટિમ દ્વારા આયોજન સમસ્ત હિન્દૂ સમાજનો સમૂહલગ્ન સમારોહ આજરોજ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં સમસ્ત સમાજની ૩૧ દીકરી દીકરાઓએ નવું જીવન શરૂ કર્યું છે અહીં દરેક યુગલ પરિવારને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ આગેવાનો અધિકારીઓ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં દંપતિઓને આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહીને હાજરી આપી હતી સમૂહલગ્ન સમારોહને સફળ બનાવવા મુકેશભાઈ અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે આયોજક મુકેશભાઈ સીતારામ અને ટિમ દ્વારા સમસ્ત સમાજમાં અનેક સેવાકીય પ્રવુતિઓ થઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here