સિહોર ન્યાય મંદિર ખાતે અમૃતમ કેમ્પ યોજાયો

હરીશ પવાર
સિહોરના ન્યાયમદિર ખાતે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મહત્વની ગણાતી આરોગ્યલક્ષી એવી “માં અમૃતમ” યોજના જે ગંભીર અને જીવલેણ રોગ હાર્ટ.કિડની લીવર સહિત ગંભીર અને ખર્ચાળ ગણાતા આવી બીમારી માં ગરીબ મધ્યમ પરિવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ માટે ઉધાર ઉછીના.તેમજ વ્યાજે લઈ સારવાર કરવામાં આવતી હોય ત્યારે સરકાર દ્વારા મહત્ત્વ ના નિર્ણય સાથે જે હવે “માં અમૃતમ”કાર્ડ જેઓએ 4લાખ ના આવક મર્યાદા સાથેનો દાખલો રજૂ કરી જેમાં 5 વ્યક્તિ ઓ માટે લાભ લઈ શકે તે માટે 5લાખ નું માં અમૃતમ કાર્ડ સિંહોર ન્યાયમદિર ખાતે દર મહિનાના 3 જા શનિવારે ન્યાયમદિર ના પેરાલીગલ ની રૂમ માં સવારે 10 વાગે થી કાર્યવાહી હાથ ધરાય છે જેમાં. સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી વિજયભાઇ સોલંકી. તેમજ પેરાલીગલ ના મેમ્બર શ્રી હરીશભાઇ પવાર. આનંદભાઈ રાણા.રાજુભાઈ આચાર્ય. દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવે છે

આ સાથે આ કેમ્પમાં સિહોર ન્યાયમદિર ના ન્યાયાધીશ શ્રી જાદવસાહેબ ની ખાસ ઉપસ્થિત માં લાભાર્થી ને સ્થળ ઉપર ઇમરજન્સી કેસ ના લાભાર્થી ને તેમજ અન્યો ને આ “(માં અમૃતમ કાર્ડ)આપવામાં આવેલ.. જેમાં આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થી ઓ લાભ લઇ રહ્યા છે આ અંગે સિહોર અર્બન હોસ્પિટલ ના ર્ડો.જયેશભાઇ વકાણી સાહેબ. તાલુકા સુપરવાઈઝર શ્રી અનિલભાઈ પંડીત માં.અમૃતમ કાર્ડ ના ઓપરેટર રમેશભાઈ આહીર. ખારી વાળા.વિનુભાઈ સોલંકી સહિત જહેમત ઉઠાવેલ .આ કાર્યક્રમ તેમજ શહેર થી લઈ છેવાડે ના અને ખાસ સલ્મ વિસ્તારમાં રહેતા લાભાર્થી ઓ લાભ લઇ રહ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here