તું મરી જા…કહેતા યુવતીએ જીવનનો અંત આણી દીધો, આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો

રાજપરા ખોડિયારના શખ્સ સામે દિકરીને મારવા મજબૂર કર્યાની માતાની પોલીસમાં ફરિયાદ, ભારે ચકચાર

હરેશ પવાર
સિહોર અને પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવો દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે સિહોર શહેરની યુવતીએ ગતરાત્રીના એસીડ પીલેતા તેનું હોસ્પિટલ બિછાને મૃત્યુ નિપજવા પામ્યું છે યુવતીના મૃત્યુ ના પગલે માતાએ રાજપરા ખોડિયાર ગામે રહેતા શખ્સે તેણીની દિકરીને મારવા મજબૂર કર્યા સંદભેઁ ફરિયાદ નોંધાવી હતી. સિહોરના ખોડિયાર પોટ્રીની ચાલીમાં રહેતા લીલાબેન દિનેશભાઈ પાટડીયા (ઉ.વ.૪૧) એ સિહોર પોલીસ મથકમાં બુધા વલ્લભભાઈ (રે.રાજપરા ખોડિયાર, ભરવાડ શેરી,સિહોર) વિરુદ્ધ ફરિયાદ નોંવાવવી જણાવ્યું હતું કે તેણીની દિકરી હેતલબેન અને ઉકત શખ્સ બન્ને સાથે હિરા ધસવાનું કામ કરતા હોય.

જેમાં બન્ને ને ઝધડો થતાં જેમાં ઉકત શખસે તેણીની દિકરીને મરી જા કહી મરવા મજબૂર કરતા હેતલબેન ગઈકાલે બપોરે ૧૨:૩૦ કલાકના અરસા દરમિયાન એસિડ પીલેતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ સિહોર સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે અત્રેની સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન સવારે ૭:૫૦ કલાકના સુમારે તેણીનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઉકત બનાવના પગલે સિહોર પોલીસે રાજપરા ખોડિયાર ના શખ્સ સામે યુવતીને મારવા મજબૂર કરવા સબબ આઈપીસી ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાયઁવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here