દાદાની અંતિમ વિધિમાં હાજરી આપવા ગયા હતા.ત્યારે પિતા અને ભાઈ પર હુમલો કર્યાની ફરિયાદ

હરેશ પવાર
સિહોર તાલુકાના ટોડી ગામે રહેતા યુવાનને ૪ શખ્સોએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સિહોર તાલુકાના ટોડી ગામે રહેતા સંજયભાઈ ધીરૂભાઈ વાધેલાએ ગભુ ભીખા વાધેલા,ભાવેશ ગભુ વાધેલા,શીવા કમરશી વાધેલા (રે.તમામ ટોડી,તા.સિહોર) અને કુચા લખમણ વાધેલા(રે.માર્કેટ યાર્ડ)વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાના દાદા ભીખાભાઇ વાલાભાઈ વાધેલાનું મરણ થતાં તેમની અંતિમવિધિ માં પોતે પિતા ધીરૂભાઈ અને ભાઈ નિરૂ હાજરી આપવા આવ્યા હતાં ત્યારે ઉપરોકત શખ્સોએ અહીં કેમ આવ્યો છો તેમ કહી મારમારી ધમકી આપી હતી, સંજયભાઈએ નોંધાવેલી ફરિયાદના આશરે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here