સિહોર સાથે જિલ્લાની ૬૬૧ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનુ આયોજન

હરેશ પવાર
દર વર્ષે ગ્રામસભાની પ્રથમ બેઠક નાણાકિય વર્ષની શરૂઆતથી બે મહિનાની અંદર યોજવાની જોગવાઇ છે જે પરત્વે સિહોર સહિત ભાવનગર જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતના મુખ્ય મથકના ગામે ગ્રામસભા યોજવા માટેનો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ પાસેથી મેળવી તા.૦૭/૦૩/૨૦૨૦ સુધી તારીખવાર ગ્રામસભાઓના કાર્યક્રમ નક્કી કરવામા આવેલ છે. સિહોર સાથે જિલ્લાના દરેક ગામે આયોજન મુજબ ગ્રામસભા મળશે અને તેમા જિલ્લા તેમજ તાલુકા કક્ષાના નિયુક્ત અધિકારીશ્રીઓ હાજરી આપશે તેમજ અનુકુળતા મુજબ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પંચાયતના પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હાજર રહેશે. ગ્રામસભામા સરકારશ્રી દ્વારા જે નવી યોજનાઓ અમલમા મુકી હોય.

તેની જાણકારી આપવી, પંચાયત વેરા-મહેસુલી વેરાની વસુલાત, સરકારશ્રીની જુદી-જુદી યોજના માટેના લાભાર્થીઓ નક્કી કરવા, રાજ્યની સામુહિક તથા વ્યક્તિલક્ષી યોજનાઓની જાણકારી, પંચાયતે અગ્રતા નક્કી કરેલ પ્રશ્નોની ચર્ચા, માં અન્નપુર્ણા યોજના અન્વયે નક્કી કરેલ અગ્રતા ધરાવતા કુટુંબોની પ્રસિદ્ધ થયેલ યાદીને બહાલી આપવી તથા બાકી રહેલા કુટુંબોની આ યોજના અંતર્ગત સમિક્ષા, આંગણવાડી કેન્દ્ર, પોષણ સ્તર, માન. મુખ્યમંત્રીશ્રીની પરિકલ્પના મુજબ સપ્તર્ષિના સાત તારાઓની હરોળમા લોકોને સ્પર્શતા અને વહીવટના પાયાના વિકાસના સાત માધ્યમોની ચર્ચા, પાણી, અન્ન અને નાગરીક પુરવઠો, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા, ઉર્જા, પ્રધાનમંત્રી જન ધન યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ની સમિક્ષા, ઈન્દિરા આવાસ યોજના, વોટર શેડ યોજના, મિશન મંગલમ યોજના વગેરે બાબતો પર લક્ષ્ય કેન્દ્રીત કરી ગ્રામ પંચાયતનો સંર્વાગી વિકાસ કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here